આશીર્વાદ બિકાનેરી બેસને અભિનેત્રી રૂપાલી ગાંગુલી સાથે ટીવી અભિયાન શરૂ કર્યું

Spread the love

ભારત 05 સપ્ટેમ્બર 2024: આશીર્વાદે લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલી અભિનીત એક હૃદયસ્પર્શી નવું ટીવી અભિયાન શરૂ કર્યું છે. ચોમાસાની નોસ્ટાલ્જિક પૃષ્ઠભૂમિ પર આધારિત, આ ફિલ્મ આશિર્વાદ બિકાનેરી બેસનથી બનાવેલા કુરકુરા અને સોનેરી ભજિયાની પ્લેટ પારિવારિક બંધનનો સરળ પણ ખૂબ આનંદ આપે છે. 

આશીર્વાદ બિકાનેરી બેસન, રાજસ્થાનના બિકાનેરના 100% ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. તે પછી અત્યાધુનિક એર ક્લાસિફાયર મિલ (એસીએમ) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસ કરવામાં આવે છે કે જેથી તેની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે સંપર્કવિહિન પ્રક્રિયામાં સુગંધ અને દાણા પાડવાની પ્રવૃત્તિ જળવાય. આશીર્વાદ બેસન ૪૫થી વધુ ચોક્સાઈપૂર્વકના ગુણવત્તા પરીક્ષણો અને ચકાસણીમાંથી પસાર થાય છે.

 

આશીર્વાદ બેસન સરળ રસદાર ગઠ્ઠા મુક્ત લોટ આપે છે કે જે તૈયારીના તબક્કા દરમિયાન સરળતાથી ભળી જાય છે જેના પગલે દૃષ્ટિથી આકર્ષક અને સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે. આ પ્રોડક્ટનો સાર આશીર્વાદ બિકાનેરી બેસન – સ્વાદ ખૂબ ભાયે, ગાંઠ નહીં બસ ગુલતા જાય,”,ની ટેગલાઈનમાં જીલવામાં આવ્યો છે  જે પ્રોડક્ટના ગઠ્ઠા-મુક્ત લોટ પર ભાર મૂકે છે કે જે તમારી વાનગીના સ્વાદ અને રસને ઉત્તમ બનાવે છે.

TVC Link: https://youtu.be/pLFq4mRc78s?si=tcQ6Qy8gNW1ROqik 

આ નવા અભિયાન વિશે સંબોધન કરતા આઈટીસી લિમિટેડ, સ્ટેપલ્સ એન્ડ એડજેન્સીઝના સીઓઓ શ્રી અનુજ રૂસ્તગીએ જણાવ્યું હતું કે, “અમારા નવા ટીવીસી  દ્વારા, અમે માત્ર અમારી પ્રોડક્ટ આશીર્વાદ બિકાનેરી બેસનને પ્રસ્તુત નથી કરી રહ્યા, પરંતુ તે ક્ષણોની ઉજવણી પણ કરી રહ્યા છીએ કે જે કુટુંબના બંધનને ખાસ બનાવે છે. અમારી પ્રતિબદ્ધતા સતત ઉત્તમ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડવાની છે કે જે આવી યાદગાર કૌટુંબિક પળોને માણવામાં મદદ કરે છે અને અમે માનીએ છીએ કે અમારા ગ્રાહકો દ્વારા આ અભિયાનને સારી રીતે સ્વીકારવામાં આવશે.”

ઘઉં અને અન્ય ઉપજોમાં ૨૦ વર્ષના અનુભવ અને નિપુણતા સાથે આશીર્વાદનું નામ ઘર-ઘરમાં જાણીતું થઈ ગયું છે. આશીર્વાદે માર્ચ ૨૦૨૩માં બેસન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી ૨૦૨૪ સુધીમાં તેણે દિલ્હીથી લઈને ભારતભરના તમામ મોટા બજારોમાં તેની ઉપસ્થિતિ નોંધાવી છે.

આશીર્વાદ બિકાનેરી બેસન પૂર્વોત્તર રાજ્યો અને કેરળ સિવાયના તમામ રાજ્યોમાં રિટેલ સ્ટોર્સમાં 1 કિલો અને 500 ગ્રામના પેકમાં ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટ itcstore.in અને બ્લિંકઈટ, સ્વિગી, ઈન્સ્ટામાર્ટ, ફ્લિપકાર્ટ, એમેઝોન અને બિગ બાસ્કેટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે.


Spread the love

Check Also

થમ્સ અપ દ્વારા અલ્લુ અર્જુન સાથે વર્ષની સૌથી યાદગાર ભાગીદારીનું ટીઝર રજૂ

Spread the loveટીઝર માટે લિંક – HERE નવી દિલ્હી 08મી નવેમ્બર 2024: ભારતની આઈકોનિક ઘરમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *