કુલ યૂઝર્સમાંથી અંદાજે 36 ટકા ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર
લેમન પ્લેટફોર્મના ગ્રોથને પ્રોત્સાહન આપનાર ટોપના શહેરોમાં અમદાવાદનો સમાવેશ, ગુજરાતના રોકાણની ક્ષમતા પર પણ ભાર મુકાયો
પીપલકોસ ઇન્વેસ્ટમેન્ટ એપ લેમન એ લોન્ચના પ્રથમ પાંચ મહિનામાં પાંચ લાખ યૂઝર્સ પ્રાપ્ત કર્યા છે. એપને પ્રથમવાર રોકાણકારો માટે શોધ અને નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી અને હાલમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, ડાયરેક્ટ સ્ટોક્સ, IPO અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F ઍન્ડ O) માં વેપારમાં રોકાણ કરવાનો વિકલ્પ ઓફર કરવામાં આવી રહ્યા છે.
લેમનના સહ-સ્થાપક આશિષ સિંઘલે કહ્યું કે, “લેમનમાં અમારો ઉદ્દેશદરેક માટે રોકાણને સરળ અને સુલભ બનાવવાનો છે. માત્ર પાંચ મહિનામાં પાંચ લાખ યૂઝર્સ સુધી પહોંચવું એ એક મજબૂત સંકેતછે કે અમે એક સાચા માર્ગ પર છીએ. અમે યુવા વ્યક્તિઓને રોકાણની તકોનો લાભ લેવા અને તેમના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સશક્ત બનાવવા માટે અમારું પ્લેટફોર્મ ડિઝાઇન કર્યું છે,”.
તેમણે ઉમેર્યું કે, “અમે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ અમે બધા માટે સમાન નાણાકીય તકો બનાવવાના અમારા મિશન માટે પ્રતિબદ્ધ રહીને યૂઝર્સ અનુભવને વધારવાનું ચાલુ રાખીશું,”.
આ પ્લેટફોર્મ સાહજિક ડિઝાઇન અને મૂલ્યવાન સુવિધાઓએ રોકાણકારોને ભારપૂર્વક આકર્ષિત કર્યા છે, કુલ યૂઝર્સમાંથી લગભગ 36 ટકા ફર્સ્ટ ટાઈમ ઈન્વેસ્ટર છે. આ રોકાણકારોમાંથી લગભગ 68 ટકાટાયર 2 અને 3 શહેરોના છે અને 65 ટકાયૂઝર્સ 18-25 વર્ષની વય જૂથના છે, જે વિવિધ પ્રેક્ષકોને પૂરા પાડવામાં એપ્લિકેશન્સની અસરકારકતા દર્શાવે છે. આ પ્લેટફોર્મ માટે ટોચના 10 શહેરોમાં અમદાવાદ, જયપુર, બર્ધમાન, નાદિયા અને મુર્શિદાબાદનો સમાવેશ થાય છે.
આ માઈલસ્ટોન સિદ્ધિ અંગે વાત કરતા લેમનના બિઝનેસ હેડ દેવમ સરદાના એ જણાવ્યું હતું કે “આવા સ્પર્ધાત્મક બજારમાં ખાસ કરીને લાંબા સમય બાદ પ્રવેશ કરનાર તરીકે લેમનને મળેલા ઉષ્માભર્યા સ્વાગત માટે અમે રોમાંચિત અને ખૂબ આભારી છીએ. અમારા યુઝર બેઝના નોંધપાત્ર હિસ્સામાં પ્રથમ વખત રોકાણકારોનો સમાવેશ થાય છે. અમને લાંબાગાળાના સંબંધો બનાવવાની તક સાથે પ્રસ્તુત કરીને અમારા યૂઝર્સએ અમારામાં મૂકેલ વિશ્વાસ અમને સતત અસાધારણ સેવા આપવા માટે પ્રેરિત કરે છે.
એપમાં ઝીરો મેન્ટેનન્સ અને એકાઉન્ટ ઓપનિંગફી ઓફર કરે છે. આનવા યુઝર્સ માટે એક મહિના માટે શૂન્ય બ્રોકરેજ પણ ઓફર કરે છે.