ફેસ્ટિવ સીઝન પહેલા નથિંગ ઇન્ડિયા સર્વિસ સેન્ટરે નેટવર્કનું વિસ્તરણ કર્યું

Spread the love

નવી દિલ્હી, સપ્ટેમ્બર 11, 2024 – લંડન સ્થિત કન્ઝ્યુમર ટેક બ્રાન્ડ, નથિંગ, જે દેશમાં સૌથી ઝડપથી વિકસતી ફોન બ્રાન્ડ છે, તેના વધતા જતા ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે તેના સર્વિસ સેન્ટર નેટવર્કના વિસ્તરણની જાહેરાત કરી. H1 2024 માં 567% વૃદ્ધિ સાથે કંપની સૌથી ઝડપથી વિકસતી સ્માર્ટફોન બ્રાન્ડ હોવાના અનુસંધાનમાં, નથિંગ ઈન્ડિયા સમગ્ર દેશમાં કૅસ્ટમર સપોર્ટ માટે સુલભતા વધારવા પ્રત્યે પ્રતિબદ્ધ છે.

ઓક્ટોબરમાં, નથિંગ ઈન્ડિયા હૈદરાબાદ અને ચેન્નાઈમાં બે વધુ વિશિષ્ટ સર્વિસ સેન્ટર ખોલશે, જેનાથી સમગ્ર દેશમાં વિશિષ્ટ કેન્દ્રોની સાંખ્ય ત્રણથી વધીને પાંચ થઇ જશે. વધુમાં, કંપની પાસે 5 મલ્ટિ-બ્રાન્ડ સર્વિસ સેન્ટર પર ગ્રાહકોને પ્રાધાન્યતા આપતા વિશિષ્ટ સર્વિસ ડેસ્ક હશે, જેની સાંખ્ય ટૂંક સમયમાં વધતી જશે. કોલકાતા અને ગુડગાંવમાં કેન્દ્રો પહેલેથી જ કાર્યરત છે અને કોચીન, અમદાવાદ અને લખનૌમાં નવા પ્રાયોરિટી ડેસ્ક શરૂ થઈ રહ્યા છે. આ સુવિધાઓ ગ્રાહકોને સર્વોચ્ચ સ્તરની સેવા પૂરી પાડીને તેમને સીમલેસ, ઝડપી અને કાર્યક્ષમ અનુભવ પ્રદાન કરે છે. નથીંગ ઇન્ડિયા દેશભરમાં 18,000 પિન કોડને આવરી લેતી પીકઅપ અને ડ્રોપ સેવાઓ પહેલાથી જ ઓફર કરે છે, જે વધુમાં વધુ ગ્રાહકો માટે વિશ્વસનીય અને અનુકૂળ સેવા સુલભ બનાવે છે.

નથિંગ ઇન્ડિયાના માર્કેટિંગ હેડ, પ્રણય રાવે ટિપ્પણી કરી કે, “નથિંગ ઇન્ડિયા ગ્રાહકોને અદભુત સેવા પ્રદાન કરવા માટે સમર્પિત છે. અમારા સર્વિસ સેન્ટરનું વિસ્તરણ એ ગ્રાહક સંતોષ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને ભારતીય બજારમાં અમારી ઝડપી વૃદ્ધિનો પુરાવો છે. અમે અમારા ગ્રાહકોને સર્વિસ સેન્ટરના મજબૂત નેટવર્ક અને પિકઅપ અને ડ્રોપની વ્યાપક સેવાઓ સાથે સમર્થન આપીએ છીએ, જેનાથી તેમનો અનુભવ સીમલેસ અને કાર્યક્ષમ બની શકે.”

ફ્લિપકાર્ટ, ક્રોમા અને વિજય સેલ્સ પર પહેલેથી જ ઉપલબ્ધ છે, નથિંગે તેની ઑફલાઇન હાજરી 2,000 થી 5,000 સ્થાનો પર બમણી કરી છે અને ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં તે 7000 આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે. 

નથિંગ ઇન્ડિયાની વ્યાપક સર્વિસ કવરેજ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને કંપનીની વેબસાઇટનો સંદર્ભ લો.


Spread the love

Check Also

એમેઝોન પે દ્વારા ઉપલબ્ધ એક્સક્લુઝીવ ડીલ્સ અને રિવોર્ડ્સની મદદથી આખરે ઉનાળાથી બચવાનો તમારો પ્લાન બનાવો!

Spread the love ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: ઉનાળો આવી ગયો છે, જે તમારા સપનાની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *