અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિકે ૨૪ કલાકમાં ૨૧ બાળકોની ડિલિવરી સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું

Spread the love

અમદાવાદ: અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિકે ૨૪ કલાકના સમયગાળામાં ૨૧ બાળકોને જન્મ આપીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે,  આ મહત્વપૂર્ણ ઘટના ૨૬ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસર પર બની હતી.

અમદાવાદનાં નરોડા હરિદર્શન ચોકડી ખાતે આવેલી અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિક હોસ્પિટલમાં ૨૬  ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે ૧૩ છોકરાઓ અને ૮ છોકરીઓનો જન્મ થયો હતો. જેમાં ૨૦ બાળકો સિઝેરિયન દ્વારા જન્મ્યા હતા અને એક બાળકની કુદરતી રીતે પ્રસૂતિ થઈ હતી.  આ તમામ પ્રસૂતિ ૨૬ ઓગસ્ટની મધ્યરાત્રિએ શરૂ થઈ અને સાંજે ૬.૦૦ વાગ્યા સુધી સરળતાથી ચાલુ રહી હતી, જેમાં  ૧૮ કલાકની અંદર તમામ સર્જરી પૂર્ણ કરવામાં આવી હતી. કેટલાક કિસ્સાઓમાં હાય રીક્સ હોવા છતાં તમામ માતાઓ અને શિશુઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત  રહ્યું અને કોઈને પણ ICUમાં દાખલ કરવાની જરૂર પડી નહીં.

આ ઐતિહાસિક સિદ્ધિ અંગે વાત કરતા અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિકના ગાયનેકોલોજિસ્ટ ડૉ. મોહિલ પટેલે જણાવ્યું હતું કે, “અંકુર મેટરનિટી હોમમાં ૨૪ કલાકની અંદર ૨૧ તંદુરસ્ત બાળકોને જન્મ આપવો એ અમારી કુશળતા અને માતા અને બાળક બંને માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અમારા બધા માટે ખૂબ જ ગર્વની વાત પણ છે. આ સિદ્ધિ અમારી સમગ્ર ટીમના સંકલિત પ્રયાસોથી જ શક્ય બની હતી અને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કરવા પર અમે રોમાંચિત છીએ.

ડો. મોહિલ પટેલ અને ચાર મેડિકલ ઓફિસરોની ટીમ એક એનેસ્થેસિયોલોજિસ્ટ અને ૨૦ થી વધુ સહાયક સ્ટાફે ચોકસાઈ અને કાળજી સાથે સર્જરીસ  કરી હતી.  સાવધાની પૂર્વક સૂક્ષ્મ આયોજન, બ્લડ પ્લાઝ્મા અને ઈન્જેક્શન જેવા આવશ્યક સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી, જે ટીમને જટિલ કેસોને પણ અસરકારક રીતે હેન્ડલ કરવામાં સક્ષમ બનાવે છે. ૬ પ્રસૂતિ પ્રાથમિક સિઝેરિયન વિભાગની હતી, જ્યારે બાકીની 14 માતાઓએ અગાઉ સી સેક્શન કરાવ્યું હતું.

અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિક્સ માતાની સંભાળ પ્રત્યે સમર્પણ છે અને તેની મહત્વપૂર્ણ તબીબી ટીમે આ સિદ્ધિને શક્ય બનાવી છે. એટલું જ નહીં, આ રિજનમાં લિડિંગ મેટરનિટી કેર પ્રોવાઇડરમાંથી એકના રૂપમાં પોતાની પ્રતિષ્ઠાને પણ વધુ મજબૂત બનાવી છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદઃ ત્રીજા દિવસે ચેકમેટ ચેમ્પિયન્સ ઝળક્યા, ખેલાડીઓએ ‘કોચ ડે’ સેલિબ્રેટ કર્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *