હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી એથ્લિડ ગોવા ચેલેન્જર્સે દબંગ દિલ્હી ટીટીસીને 8-2થી હરાવી સતત બીજી વખત ઈન્ડિયન ઓઈલ યુટીટી ટાઈટલ જીત્યું

Spread the love

  • હરમીત દેસાઈ ટાઈમાં શ્રેષ્ઠ ભારતીય ખેલાડી રહ્યો, જ્યારે યાંગ્જી લિયૂ ને ટાઈની વિદેશી ખેલાડી જાહેર કરવામાં આવી લિયૂ એ લીગની મોસ્ટ વેલ્યૂએબલ ખેલાડીનો એવોર્ડ પોતાના નામે કર્યો દફાન્યૂઝ શૉટ ઓફ ધ લીગનો એવોર્ડ અચંતા શરત કમલને મળ્યો, જ્યારે એસીટી ફાઈબરનેટ ફાસ્ટેસ્ટ રેલી ઓફ ધ લીગનો એવોર્ડ લિલી જાંગ અને યશિની શિવશંકરને મળ્યો

ચેન્નાઈ, 7 સપ્ટેમ્બર, 2024: હરમીત દેસાઈ અને યાંગજી લિયૂ એ એથ્લિડ ગોવા ચેલેન્જર્સને શનિવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયેલ ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024ની રોમાંચક ફાઈનલમાં 2018ની ચેમ્પિયન દબંગ દિલ્હી ટીટીસીને 8-2થી હરાવી સફળતાપૂર્વક પોતાના ટાઈટલને ડિફેન્ડ કર્યો. આ સાથે જ ગોવા ચેલેન્જર્સે લીગ ઈતિહાસમાં ટાઈટલ ડિફેન્ડ કરનાર પ્રથમ ટીમ બની ઈતિહાસ રચ્યો. હરમીત અને યાંગજી બંને એ મિક્સ્ડ ડબલ્સમાં જીત હાંસલ કરતા પહેલા પોતપોતાની સિંગલ્સ મેચ જીતી તથા એથ્લિડ ગોવા ચેલેન્જર્સના સતત બીજા ઐતિહાસિક ડગલું વધાર્યું હતું. હરમીત ટાઈનો શ્રેષ્ઠ ભારતીય અને યાંગજી શ્રેષ્ઠ વિદેશી ખેલાડી રહી. સંપૂર્ણ સિઝનમાં અપરાજીત રહેનાર યાંગજી લીગની મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયરનો એવોર્ડ પણ જીતવામાં સફળ રહી. સાથિયાન જ્ઞાનસેકરન પુરુષોમાં એમવીપીનો એવોર્ડ જીત્યો. બેંગલુરુના અલ્વારો રૉબલ્સે ઈન્ડિયન ઓઈલ સુપર સર્વર ઓફ ધ લીગનો એવોર્ડ જીત્યો. દફાન્યૂઝ શૉટ ઓફ ધ લીગનો એવોર્ડ અચંતા શરત કમલને મળ્યો, જ્યારે એસીટી ફાઈબરનેટ ફાસ્ટેસ્ટ રેલી ઓફ ધ લીગનો એવોર્ડ લિલી જાંગ અને યશિની શિવશંકરને મળ્યો. આ એથ્લિડ ગોવા ચેલેન્જર્સ માટે એક નાટકીય સિઝનનું શ્રેષ્ઠ સમાપન હતું. ગત ચેમ્પિયનને સેમિફાઈનલમાં પહોંચવામાં પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે, ફાઈનલમાં ટીમે પ્રારંભથી જ આક્રમકતા દાખવી હતી. હરમીતે સાથિયાનને 2-1 થી જ્યારે યાંગજી એ ઓરાવન પરાનાંગને 3-0થી માત આપી. યાંગજી-હરમિતે ઓરાવન અને સાથિયાનની જોડીને પછી 2-1થી માત આપી હતી. ગોવાએ ટાઈટલ જીતવા વધુ એક ગેમ જીતવાની જરૂર હતી. મિહાઈ બોબોસિકાએ બીજી પુરુષ સિંગલ્સમાં લેવેંકોને 1-0 (11-7)થી હરાવતા જ ઓપચારિકતાનો અંત આવ્યો અને તે સિઝનની અંતિમ ગેમ રહી. ફાઈનલમાં ઈન્ડિયન ઓઈલ યુટીટીની ચેર પર્સન વીટા દાની, કો-પ્રમોટર નીરજ બજાજ, ટીટીએફઆઈના મહાસચિવ યુગલ કમલેશ મેહતા, અર્જુન એવોર્ડી મોનાલિસા મેહતા, ચેસના દિગ્ગજ વિશ્વનાથન આનંદ, પીટર કાર્લસન, રિતેશ સંઘવી, નીરવ બજાજ સહિતની હસ્તીઓ સામેલ થઈ હતી.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *