હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિડ ગોવા ચેલેન્જર્સે પીબીજી બેંગલુરુ સ્મેશર્સને 8-4થી હરાવી સતત બીજીવાર ઈન્ડિયન ઓઈલ યુટીટી 2024ની ફાઈનલમાં સ્થાન મેળવ્યું

Spread the love

શુક્રવારે બીજી સેમિફાઈનલમાં અમદાવાદ એસજી પાઈપર્સનો સામનો પૂર્વ ચેમ્પિયન દબંગ દિલ્હી ટીટીસી થી થશે

ચેન્નાઈ 05 સપ્ટેમ્બર 2024: હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી એથ્લિડ ગોવા ચેલેન્જર્સે ગુરુવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજીત ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024ની પ્રથમ સેમિફાઈનલમાં પીબીજી બેંગલુરુ સ્મેશર્સને 8-4થી હરાવી ટાઈટલ જાળવવા તરફ ડગલું વધાર્યું.

ગત વિજેતા હવે પૂર્વ ચેમ્પિયન દબંગ દિલ્હી ટીટીસી અને યુટીટી 2024થી ડેબ્યૂ કરનાર અમદાવાદ એસજી પાઈપર્સ વચ્ચેની બીજી સેમિફાઈનલના વિજેતાથી ફાઈનલમાં સામનો કરશે. બેંગલુરુ સામે ગોવા ચેલેન્જર્સે પ્રારંભથી જ પોતાને મજબૂત સ્થિતિમાં રાખી હતી.

એથ્લિડ ગોવા ચેલેન્જર્સે તે સમયે પ્રારંભિક લીડ મેળવી જ્યારે મિહાઈ બોબોસિકાએ પ્રથમ પુરુષ સિંગલ્સમાં 2-1  (11-8, 11-7, 7-11)થી જીત સાથે અલ્વારો રોબલ્સની અપરાજીત સિઝનનો અંત કર્યો. યાંગજી લિયૂ એ મહિલા સિંગલ્સમાં વર્લ્ડ નંબર-25 મનિકા બત્રા સામે (4-11, 11-7, 11-4)થી જીત મેળવી ગોવાની લીડ બમણી કરી. જોકે, મિક્સ્ડ ડબલ્સમાં મણિકા-અલ્વારોની જોડીએ યાંગ્જી અને હરમીતની જોડીને 2-1થી માત આપી. જોકે, ગોવા માટે હરમીત દેસાઈએ વળતી લડત આપતા યુવા જીત ચંદ્રાને 3-0થી હરાવી ને જીત અપાવી હતી.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *