ગુજરાત 29મી ઓગસ્ટ 2024: અગ્રણી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ મોબિલિટી મંચ એપ્લાયબોર્ડ તેના 2024 International Alumni of Impact programના વિજેતા ઘોષિત કરવા માટે ભારે રોમાંચિત છે. તેના બીજા વર્ષમાં આ લોકપ્રિય કાર્યક્રમ દુનિયાભરમાં નોંધપાત્ર હકારાત્મક પ્રભાવ નિર્માણ કરવા માટે તેમના આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક અનુભવનો લાભ લેતા 10 અનન્ય માજી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું સન્માન કરે છે.
દુનિયાના પાંચ દેશમાંથી આવેલા 2024 ઈન્ટરનેશનલ એલુમની ઓફ ઈમ્પેક્ટના વિજેતાઓ સ્થિતિસ્થાપકતા, નાવીન્યતા, આગેવાની અને ઉદારતાના દ્યોતક છે. આમાંથી એક વિજેતા ઉર્વિશ પટેલ ગુજરાતનો છે, જેણે ટેક કારકિર્દી માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અને ઉદ્યોગમાં તેમનો નોકરી શોધવામાં મદદરૂપ થવા માટે કામ કર્યું તેના માનમાં એવોર્ડ અપાયો છે. ઉર્વિશ સાથે ભારતના અન્ય ત્રણ વિજેતાને પુરસ્કૃત કરાયા છે. આ બધાએ કેનેડામાં અભ્યાસ કર્યો છે અને દુનિયામાં અર્થપૂર્ણ ફરક લાવવા માટે તેમના શિક્ષણ અને અનુભવનો ઉપયોગ કરે છે.
“અમારા 2024 ઈન્ટરનેશનલ એલુમની ઓફ ઈમ્પેક્ટના વિજેતાઓએ ભવિષ્યને આકાર આપવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અતુલનીય સંભાવનાઓ દર્શાવી છે,” એમ એપ્લાયબોર્ડના સહ-સંસ્થાપક અને સીઈઓ મેતી બસીરીએ જણાવ્યું હતું. “સ્થિતિસ્થાપકતા, આગેવાની અને તેમના સમુદાયો પ્રત્યે સમર્પિતતાની તેમની વાર્તાઓ શિક્ષણ વૈશ્વિક નાગરિકોને કઈ રીતે નવી ઊંચાઈ આપે છે તેનો શક્તિશાળી સંદેશ છે. એપ્લાયબોર્ડને ઉર્વિશ પટેલની વાર્તા કહેવાનું સન્માનજનક લાગે છે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભાવિ પેઢીઓ માટે શક્તિશાળી પ્રેરણાસ્રોત છે.”
ઉર્વિશ પટેલ ગુજરાતના નડિયાદથી કેનેડા ગયો અને કેનેડાના ટોરોન્ટોમાં જ્યોર્જ બ્રાઉન કોલેજમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને એનાલિસિસનો અભ્યાસ કર્યો. કોવિડ-19 મહામારી દરમિયાન ઉર્વિશે ઓબિટ 5નું સહ-નિર્માણ કર્યું હતું, જે એઆઈ મંચ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના રિઝ્યુમ્સ બહેતર બનાવે છે અને નોકરીની સંભાવના વધારે છે. ઓબિટ 5 ખાતે ઉર્વિશે એઆઈ- પ્રેરિત સમાધાન રજૂ કર્યા છે,સ જેણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને એજન્સીઓ માટે રિઝ્યુમ લેખનમાં નોંધપાત્ર પરિવર્તન લાવીને નોકરીની અરજીઓ નકારાઈ જવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું કર્યું છે. તેના કામે આંતરરાષ્ટ્રીય નોકરી ઈચ્છુકોની દ્રષ્ટિગોચરતા વધારી છે અને કેનેડા અને તેની પાર રોજગારની તકોને પહોંચ આપીને તેમની કારકિર્દીની સંભાવનાને વધુ બહેતર બનાવ દીધી છે. ઓર્બિટ 5 થકી તેણે ફ્યુચરમેકર્સ 2023 જેવી પરિવર્તનકારી ઈવેન્ટ્સનું આયોજન કર્યું હતું, જેનું લક્ષ્ય ટેક પ્રોફેશનલોની ભાવિ પેઢીને સશક્ત બનાવવાનું છે. અગાઉ ઉર્વિશ સેન્ટેનિયલ કોલેજમાં સોફ્ટવેર એન્જિનિયર પ્રોફેસર હતો, જ્યાં તે વિદ્યાર્થીઓને ટેક કારકિર્દી માટે તૈયાર થવા શીખવતો હતો.
તેના અનન્ય યોગદાનના માનમાં એપ્લાયબોર્ડે તેની કોલેજ જ્યોર્જ બ્રાઉન કોલેજ ખાતે આવતા આંતરરષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઉર્વિશને નામે વન-ટાઈમ સ્કોલરશિપ સ્થાપિત કરી છે. 2023માં આરંભથી આ પહેલે 20,000 ડોલરની સ્કોલરશિપ પૂરી પાડીને દુનિયાભરના વિદ્યાર્થીઓને શિક્ષણ પહોંચક્ષમ બનાવવાના એપ્લાયબોર્ડના ધ્યેયને આલેખિત કર્યું છે.