રાષ્ટ્રીય, 26 ઑગસ્ટ, 2024: 10 કરોડથી વધારે ગ્રાહકો હવે એમેઝોન પે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યાં હોવાથી સમગ્ર દેશમાં હવે વ્યાપકપણે આ સેવાને અપનાવવામાં આવી રહી છે. તેના પ્રમુખ યુઝ કેસિસમાં મોબાઇલ રીચાર્જ, યુટિલિટી બિલની ચૂકવણી અને ઈ-કૉમર્સ ટ્રાન્ઝેક્શનોનો સમાવેશ થાય છે. આ વન-સ્ટોપ સોલ્યુશન તેના અત્યંત ઝડપી ટ્રાન્ઝેક્શન્સ (3.5 સેકન્ડમાં), આઇફોન પર ઓછી લાઇટમાં સ્કેન કરવા માટે ઑટો-ટોર્ચ, બિલની ચૂકવણીના સતત રીમાઇન્ડરો અને મેનેજમેન્ટ તથા 10,000+ ઓનલાઇન તેમજ અનેકવિધ ઑફલાઇન બ્રાન્ડ્સની વિવિધ ઑફરોની સાથે રીવૉર્ડ આપનારા અનુભવ મારફતે અનેક સુવિધા પૂરી પાડે છે.
એમેઝોન પે યુપીઆઈએ Amazon.in શોપિંગ એપ પર અને એક્સટર્નલ પ્લેટફૉર્મ્સની વ્યાપક રેન્જ એમ બંનેમાં ટ્રાન્ઝેક્શનને સુવ્યવસ્થિત બનાવીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ ખામીરહિત એકીકરણની મદદથી યુઝરો ખૂબ જ સરળતાથી તેમના ડિજિટલ પેમેન્ટ્સને મેનેજ કરી શકે છે, જેના લીધે તેમના રોજબરોજના ટ્રાન્ઝેક્શનો વધુ સુવિધાજનક અને સુરક્ષિત બની ગયાં છે. વર્ષ 2019માં તેના લૉન્ચ બાદ એમેઝોન પે યુપીઆઈએ મહારાષ્ટ્ર, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક જેવા મોટા રાજ્યોમાં અને ખાસ કરીને ટિયર 2 અને 3માં ડિજિટલ ઍક્સેસ વધાર્યું હોવાથી તેને યુઝરો તરફથી ખૂબ સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો છે. આથી વિશેષ, 18-24 વર્ષની વયજૂથના લોકોએ એમેઝોન પે યુપીઆઈની સ્વીકૃતિનું નેતૃત્વ કર્યું છે.
આ સીમાચિહ્ન અંગે વાત કરતાં એમેઝોન પે ઇન્ડિયાના સીઇઓ શ્રી વિકાસ બંસલે જણાવ્યું હતું કે, ‘એમેઝોન પે તેના ગ્રાહકોને સુરક્ષિત, ઝડપી, સર્વવ્યાપી અને રીવૉર્ડ આપનારી ચૂકવણીનો અનુભવ પૂરો પાડે છે. યુપીઆઈએ ગ્રાહકો જે રીતે ઓનલાઇન લેવડદેવડ કરે છે, તેમાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધું છે અને અમે યુપીઆઈની ઇકોસિસ્ટમમાં ઘણી વ્યાપક, વણવપરાયેલી શક્યતાઓને જોઈ શકીએ છીએ, જેમાં વૉલેટ-ઑન-યુપીઆઈ અને યુપીઆઈ પર ક્રેડિટ લાઇનનો સમાવેશ થાય છે. અમને એ વાતનો ખુબ જ આનંદ અને ગર્વ છે કે, 10 કરોડ ગ્રાહકોએ ઓનલાઇન પેમેન્ટ એક્સપીરિયેન્સ માટે તેમની પ્રાથમિકતા એમેઝોન પે યુપીઆઈને આપી છે. અમે ભારતના લાખો લોકોના જીવનને સરળ બનાવવા અને તેમની મહત્વકાંક્ષાઓને પૂરી કરવા નવીનીકરણને આગળ વધારવા અને અમારી સુવિધાઓને વિસ્તારવા માટે ખૂબ જ રોમાંચિત છીએ.’
હાલમાં જ કીર્ની ઇન્ડિયા અને એમેઝોન પે ઇન્ડિયાએ 120 શહેરોમાં 7,000 લોકો પર ‘હાઉ અર્બન ઇન્ડિયા પેઝ’ નામનું શીર્ષક ધરાવતું સંશોધન હાથ ધર્યું હતું. આ રીપોર્ટ મુજબ, 53% ગ્રાહકો ઓનલાઇન ખરીદીઓ માટે અને 25% ગ્રાહકો ઑફલાઇન ખરીદીઓ માટે યુપીઆઈને પ્રાથમિકતા આપતાં હોવાથી યુપીઆઈએ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. વધુમાં આ રીપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, દક્ષિણ ભારતમાં 36% ગ્રાહકો રોકડમાં ચૂકવણીને બદલે યુપીઆઈને પ્રાથમિકતા આપે છે, જેના બાદ આ મામલે પશ્ચિમ અને ઉત્તર-મધ્ય (35%), પૂર્વોત્તર (32%) અને પૂર્વ (31%) ભારતનો ક્રમ છે. આ તારણો આ પ્રદેશોમાં યુપીઆઈ પર વધી રહેલા ભરોસા પર પ્રકાશ પાડે છે, જે ભારતમાં વધુ સુવિધા અને નાણાકીય સમાવેશનની ખાતરી આપનારી ડિજિટલ ચૂકવણીની સક્ષમ અને વિસ્તરી રહેલી ઇકોસિસ્ટમને સૂચવે છે.
એમેઝોન પે યુપીઆઈને સેટઅપ કરવામાં ફક્ત 60 સેકન્ડનો સમય લાગે છે, Amazon.in એપને ખોલીને અને એમેઝોન પે પર ક્લિક કરીને ગ્રાહકો યુપીઆઈ એકાઉન્ટ સેટ કરી શકે છે. લાખો ગ્રાહકો તમામ પ્રકારની શૉપ્સ પર, 10,000+ એપ્સ પર ખામીરહિત રીતે લેવડદેવડ કરવા કે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માટે એમેઝોનની સુરક્ષા પર ભરોસો કરે છે. ઝડપી રીફન્ડની સુરક્ષાની સાથે કોઈ પણ સ્કેન/પેમેન્ટ મોકલવા માટે એમેઝોન પે બેલન્સ (વૉલેટ) પર 1 ક્લિક પેમેન્ટનો ઉપયોગ કરીને તમારા મિત્રોને અન્ય કોઈ પણ વિકલ્પ કરતાં વધુ ઝડપી ચૂકવણી કરો. એમેઝોન પે વીજળી, પાણી, ગેસ, રીચાર્જિસ, ટ્રાવેલ બૂકિંગ સહિત બિલની ચૂકવણીના વ્યાપક વિકલ્પો પણ પૂરાં પાડે છે, જેની સાથે કોન્ટેક્ટ્સને સલામત રીતે મેનેજ કરી શકાય છે, ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી શકાય છે, ફેવરિટ્સને સેટ કરી શકાય છે અને એક જ જગ્યાએ પેમેન્ટ્સને ઑટોમેટ કરી શકાય છે, જે તેને ચૂકવણીનો એક સ્માર્ટ વિકલ્પ બનાવે છે.