કેરળના વાયનાડ ખાતે ભૂસ્ખલન થતાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ 31 જુલાઈ 2024: પ્રાપ્ત માહિતી અનુસાર કેરળના વાયનાડ ખાતે સખત વરસાદ નોંધાયો હતો અને જેનાં કારણે વાયનાડના ચાર ગામોમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં મુંડડકાલા, ચૂરામાલા, અટટમાલા અને નુલપુઝા ગામોનો સમાવેશ થાય છે.  પ્રાપ્ત વિગતો અનુસાર આ અત્યંત દુઃખદ ઘટનામાં ૯૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂજ્ય મોરારીબાપુની રામકથા યુનો ન્યુયોર્કમાં ચાલી રહી છે. એમને આ ઘટનાની માહિતી મળતાં તેઓએ સંવેદના વ્યક્ત કરી છે અને જેઓ આ કરુણાંતિકામાં માર્યા ગયા છે તેમના માટે પંદર હજાર રૂપિયા લેખે કુલ મળીને રુપિયા ૧૩,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. હજુ આ ઘટના તાજી છે અને સતત વરસી રહેલા વરસાદને કારણે રાહતકાર્ય મુશ્કેલ છે. આ વચ્ચે મરણ જનાર વ્યક્તિઓની વિગતો મેળવવામાં આવશે અને સહાય અર્પણ કરવામાં આવશે. જો પ્રતિકૂળતા જણાય તો આ રકમ સ્થાનિક એનજીઓ ને કે મુખ્યમંત્રી રાહત ફંડમાં મોકલવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.  મહુવા તાલુકાનાં કુંભણ ગામે પ્રાથમિક શાળાના એક વિધાર્થીનું તળાવમાં લપસી જતાં મોત નિપજયું હતું તેના પરિવારને પણ રુપિયા પંદર હજાર ની સહાયતા રાશિ અર્પણ કરી છે.


Spread the love

Check Also

હીરો મોટોકોર્પ નાણાકીય વર્ષ ૨૦૨૫માં ઊંચાઈ પર સવારી કરે છેઃ રિટેઈલ અને હોલસેલમાં તેની આગેવાની જાળવી રાખી

Spread the loveગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયાની સૌથી મોટી ઉત્પાદક હીરો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *