
નવી દિલ્હી | ૨૬ નવેમ્બર ૨૦૨૬ | હાર્લી- ડેવિડસનના પ્રેસિડેન્ટ અને સીઈઓ આર્ટી સ્ટાર્સ અને હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન ડૉ. પવન મુંજાલે ‘મિશન: ધ બિગ રાઈડ’ નામની એક વ્યૂહાત્મક પહેલ દ્વારા વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર બજારોમાંની એક એવા ભારતમાં હાર્લી- ડેવિડસન બ્રાન્ડની હાજરીને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતીય બજારમાં પ્રવેશ્યાનાં 17 વર્ષ પૂર્ણ થવાના અવસરે હીરો મોટોકોર્પ સાથેની આ ભાગીદારી ગ્રાહકોના બહેતર અનુભવ, ડીલર નેટવર્કના વિસ્તરણ, પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વધારો અને દેશના વિકસતા પ્રીમિયમ મોટરસાઈકલ અને રાઈડર સમુદાય સાથે વધુ ગાઢ જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન ડૉ. પવન મુંજાલે જણાવ્યું હતું કે, “હાર્લી- ડેવિડસન સાથેની અમારી ભાગીદારી બે મજબૂત અને પ્રતિષ્ઠિત સંસ્થાઓને એકત્ર લાવે છે, જેની શક્તિઓ એકબીજાની પૂરક છે – હાર્લી- ડેવિડસનની આઈકોનિક બ્રાન્ડ અને પ્રોડક્ટ વારસો તથા હીરો મોટોકોર્પની ભારતીય ગ્રાહકો વિશેની ઊંડી સમજ, ઉત્પાદન શ્રેષ્ઠતા, એન્જિનિયરિંગ ક્ષમતાઓ અને બજારમાં વ્યાપક પહોંચ. અમે એકત્ર મળીને હાર્લી- ડેવિડસન બ્રાન્ડના અનુભવને વધુ લોકો સુધી પહોંચાડ્યો છે અને ભારતના વિકસતા પ્રીમિયમ મોટરસાઈકલ સેગમેન્ટમાં નવી તકોનું સર્જન કર્યું છે. ભારતમાં હાર્લી- ડેવિડસનનાં 17 વર્ષની ઉજવણી કરતી વખતે અમે આ મજબૂત પાયા પર આગળ વધવા અને આ ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ.”
હાર્લી-ડેવિડસનના ગ્લોબલ સીઈઓ આર્ટી સ્ટાર્સે જણાવ્યું હતું કે, “હીરો મોટોકોર્પ સાથેની અમારી ભાગીદારી અમને ભારતમાં વૃદ્ધિ ચાલુ રાખવા માટે મજબૂત પાયો આપે છે, જે હાર્લી- ડેવિડસનની વૈશ્વિક બ્રાન્ડ ઓળખ અને ઉત્પાદન કુશળતાને હીરો મોટોકોર્પના વિસ્તૃત રિટેઈલ નેટવર્ક સાથે સુમેળ સાધે છે. અમે આ વર્ષે અમારા તમામ સેગમેન્ટમાં બજારહિસ્સામાં વધારો જોયો છે, જે માગણીમાં સુધારો અને સતત રિટેઈલ ગતિને પ્રતિબિંબિત કરે છે. આગળ જતાં અમારી પાસે હાર્લી- ડેવિડસન સમુદાયનું વિસ્તરણ કરતી વખતે રાઇડર્સ અને ડીલરો સાથેના અમારા સંબંધોને મજબૂત બનાવવાની તક છે.
ઉત્પાદન પ્રસ્તાવનું મજબૂતીકરણ
ભારતની વ્યૂહરચનાના ભાગરૂપે હાર્લી- ડેવિડસન કસ્ટમ વ્હીકલ ઓપરેશન્સ, ટુરિંગ, ક્રુઝર્સ (સોફ્ટટેલ), એડવેન્ચર ટુરિંગ અને સ્પોર્ટ શ્રેણીઓમાં તેનો વૈશ્વિક મોટરસાઇકલ પોર્ટફોલિયો ઓફર કરે છે. બ્રાન્ડ હાર્લી-ડેવિડસન X રેન્જ હેઠળ નવા મોડેલો પણ રજૂ કરવાનું ચાલુ રાખશે.
મજબૂત રાઇડિંગ સમુદાયનું નિર્માણ
હાર્લી- ડેવિડસન ઓળખના કેન્દ્રમાં જુસ્સાદાર રાઇડિંગ સમુદાય છે, જેમાં માર્ચ 2027 સુધીના અનુભવોના ઉત્તેજક કેલેન્ડર છે. આમાં ઉત્તરીય અને પૂર્વીય H.O.G. રાઇડ્સ, ફ્લેટ ટ્રેક રેસિંગ દર્શાવતા ઇન્ડિયા બાઇક વીકમાં ભાગીદારી, હાર્લી રોક રાઇડર્સ અને કસ્ટમ બિલ્ડ-ઓફ, ઇન્ડિયા એચ.ઓ.જી. રેલી અને ડેસ્ટિનેશન એક્સનો સમાવેશ થાય છે.
3000થી વધુ સભ્યો સાથે ભારતનું હાર્લી ઓનર્સ ગ્રુપ (એચ.ઓ.જી.) એશિયાની ઊભરતી બજારોમાં સૌથી મોટું એચ.ઓ.જી. નેટવર્ક છે. આ મજબૂત રાઇડર સમુદાયને વધુ મજબૂત બનાવતાં 100થી વધુ ભારતીય હાર્લી- ડેવિડસન રાઇડર્સ 27-28 નવેમ્બર, 2026ના રોજ થાઇલેન્ડમાં એશિયા હાર્લી ડેઝમાં ભાગ લેશે, જે ભારતને પ્રાદેશિક ઇવેન્ટમાં સૌથી મજબૂત રીતે રજૂ કરાયેલી બજારોમાંનું એક બનાવશે.
મજબૂત વ્યવસાય ગતિ અને વિસ્તરણ રિટેઈલ પહોંચ
હાર્લી- ડેવિડસને ભારતમાં એક મહત્વપૂર્ણ સીમાચિહન પાર કર્યું છે. 2010માં તેના ડીલર કામગીરી શરૂ કર્યા પછી તેનો સંચિત ગ્રાહક આધાર 80.000થી વધુ મોટરસાઈકલોને વટાવી ગયો છે. હીરો મોટોકોર્પ સાથે સહ-વિકસિત હાર્લી- ડેવિડસન એક્સ રેન્જ 2023માં લોન્ચ થયા પછી 50,000થી વધુ એકમોનું યોગદાન આપીને પ્રીમિયમ મોટરસાઈકલ ગ્રાહકોમાં બ્રાન્ડની પહોંચને વિસ્તૃત કરી રહી છે.
ઉપરાંત ભારતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે હીરો મોટોકોર્પ અને હાર્લી- ડેવિડસન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ રાયપુર અને ઈન્દોરમાં બે નવી ‘ફુલ-લાઇન’ ડીલરશિપ શરૂ કરવામાં આવશે. આ સાથે સમગ્ર ભારતમાં તેમનું નેટવર્ક વધીને 23 ડીલરશિપ સુધી પહોંચશે. ઉપરાંત હાર્લી-ડેવિડસન ‘X’ શ્રેણીની મોટરસાઈકલોના વેચાણમાં મદદરૂપ થતા ‘હીરો પ્રીમિયા’ આઉટલેટ્સની સંખ્યા વધીને 152 થઈ ગઈ છે અને તેનો વધુ વિસ્તાર કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે.
== સમાપ્ત ==
Aajna Samachar