બાપુની કથા નિષ્ઠા, જુસ્સો અને શ્રોતાઓનાં કથાપ્રમે રાત્રે બે વાગ્યે શરુ થયું કથાગાન

Spread the love

કથામાતાનું જાગરણ કરી વહેલી સવારનાં પ્રભાતિયાઓ સાથે ચાલ્યું કથાગાન

અશ્રુ,આશ્રમ,આશ્રય અને નિરંતર કૃષ્ણ સંકીર્તનમાં કરેલો શ્રમ તૈતન્ય મહાપ્રભુનો સ્વસ્તિક છે.

ભગવાન ગૌરાંગ,શચિ,માતા પૂર્વપત્ની શ્રી પ્રિયા અને વિષ્ણુ પ્રિયા,ને કેન્દ્રમાં નિત્યાનંદનો એક સ્વસ્તિક છે

આપણી પાસે કોઈ બુદ્ધપુરુષ અશરીરી બેઠા હોય છે-એ આધ્યાત્મિક સત્ય છે.

પાંચ પ્રકારના આવેગો જેણે રોકેલો છે એના ઉપર વિશ્વાસ બેસે છે.

રૂપ તત્વ,સનાતન તત્વ,જીવ તત્વ,ચૈતન્ય તત્વનો સ્વસ્તિક છે.

 

બાપુની કથા નિષ્ઠા,જુસ્સો અને શ્રોતાઓનાં કથા પ્રેમના કારણે ૪૮ કલાકથી વધુ અવિરત ટ્રેન યાત્રામાં ખૂબ મોડું થવા છતાં રાત્રે ૨:૦૦ વાગે કથાગાન શરૂ કરતાં બાપુએ વ્યંગમાં બધાને કહ્યું કે નવા દિવસની શુભ પ્રભાત!

કથાયાત્રા સાતમા દિવસ-શુક્રવાર રાત્રે શ્રી ચૈતન્ય મહાપ્રભુજીની જન્મ અને લીલા સ્થળી માયાપુર-નવદ્વીપનાં રેલવે રીક્રીએશન મેદાન પર પહોંચી.

આશ્રય અને આંસુઓનો ભૂખંડ,બાઉલો અને દીવાનોની ભૂમિમાં બધાની ધીરજ,શ્રદ્ધા અને તપને નમન કરતા બાપુએ કહ્યું કે કથા માતા છે એટલે માતાજીનું જાગરણ સમજી લઈએ.

ભગવાન ગૌરાંગ,શચિ,માતા પૂર્વપત્ની શ્રી પ્રિયા અને વિષ્ણુ પ્રિયા,ને કેન્દ્રમાં નિત્યાનંદનો એક સ્વસ્તિક છે ચૈતન્યના આંસુ,તેનાં ચારેય આશ્રમો-ઉત્તર દિશામાં જોતા સમાધિ લાગી જતી,વૃંદાવન તરફ જોતા રહેતા,એ તેમનો વાનપ્રસ્થ હતો.

અશ્રુ,આશ્રમ,આશ્રય અને નિરંતર કૃષ્ણ સંકીર્તનમાં કરેલો શ્રમ-એક સ્વસ્તિક છે.

ચૈતન્ય પરંપરામાં જીવ પણ ગોસ્વામી બની શકે છે ચૈતન્યના આંસુમાં બલરામ અને શ્રીકૃષ્ણ નીકળે છે એટલે વિશ્વાસ-ભરોસો થાય છે.

પાંચ પ્રકારના આવેગો:વાણીનો વેગ,મનનો,ઉદરનો, ઉપસ્થનો અને અહંકારનો વેગ જેણે રોકેલો છે એના ઉપર વિશ્વાસ બેસે છે.

આપણી પાસે કોઈ બુદ્ધપુરુષ અશરીરી બેઠા હોય છે એ આધ્યાત્મિક સત્ય પણ બાપુએ કહ્યું અને જણાવ્યું કે વિચાર સમાન કોઈ જ્ઞાન નથી,જપ સમાન યજ્ઞ,સત્ય સમાન ધર્મ,મૌન સમાન તપ અને સાધુના સંગ સમાન કોઈ સંગ નથી.

અધ્યાત્નાં શ્રદ્ધા જગતમાં તુકારામ વિઠ્ઠલ-વિઠ્ઠલ કરીને વિઠોબામાં સમાઈ ગયા,મીરાબાઈ દ્વારકાધીશ માં લીન થઈ એમ ચૈતન્ય અહીં હરિ બોલ હરિ બોલ કરીને જગન્નાથ સમાયા છે.

સાધુનું મૃત્યુ થતું નથી.

ભગવાન ચૈતન્ય,સનાતન ગોસ્વામી,જીવ ગોસ્વામી અને રૂપ ગોસ્વામીનો પણ આ સ્વસ્તિક છે.

રૂપ તત્વ,સનાતન તત્વ,જીવ તત્વ,ચૈતન્ય તત્વનો સ્વસ્તિક છે.

જનકપુરનાં પુષ્પવાટિકા,વિવાહ પ્રસંગના ચરિત્ર કહી કથાને વિરામ આપતી વખતે સવારનાં પાંચ વાગી ગયા ત્યારે નરસિંહ મહેતાનાં પ્રભાતિયાઓ ગાઇ આ પુષ્પ ભગવાન ચૈતન્યને સમર્પિત થયું.

————————

રામકથાની સાથે-સાથે:

દક્ષિણેશ્વર(કોલકાતા):ઠાકૂર શ્રી રામકૃષ્ણ પરમહંસની ભૂમિ-આજે થશે જ્યાં કથાગાન

કોલકાતાનું સૌથી પ્રખ્યાત મંદિર દક્ષિણેશ્વર કાલી મંદિર છે,જે હુગલી નદીના પૂર્વ કિનારે આવેલું છે.

દક્ષિણેશ્વર કાલી મંદિરના મુખ્ય આકર્ષણો:

નિર્માણ અને સ્થાપના: આ મંદિરનું બાંધકામ ૧૮૪૭માં રાણી રાશ્મોણી(રાસમણી)દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ૩૧ મે,૧૮૫૫ના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મુખ્ય દેવી: દેવી કાલીનાં ભવતારિણી સ્વરૂપની અહીં પૂજા થાય છે.

સ્થાપત્ય: આ મંદિર પરંપરાગત બંગાળી ‘નવરત્ન’ (નવ-સ્તંભ-નવ શિખર)શૈલીમાં બનાવવામાં આવ્યું છે.

આધ્યાત્મિક મહત્વ: આ સ્થળ સંત રામકૃષ્ણ પરમહંસનાં ધ્યાન સ્થળ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

સંકુલ: મુખ્ય મંદિર ઉપરાંત સંકુલમાં ૧૨ શિવ મંદિરો અને રાધા-કૃષ્ણ મંદિર પણ છે.

કોલકાતામાં કાલીઘાટ નામની એક પ્રાચીન શક્તિપીઠ પણ છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

કોર કનેક્ટ સર્કલે ગ્લોબલ રેસીડેન્સી અને સિટિઝનશીપની તકો અંગે બિઝનેસ વર્કશોપનું આયોજન કર્યું

Spread the loveઅમદાવાદ, ગુજરાત | ૨૦ નવેમ્બર ૨૦૨૬ | ઉદ્યોગસાહસિકો, બિઝનેસ માલિકો, પ્રોફેશનલ્સ અને તેમના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *