હીરો મોટોકોર્પ ‘હીરો સંગ ત્યોહાર હૈ હર કહીં’ અભિયાન સાથે તહેવારોની ખુશીઓ લઈને આવી

Spread the love

ચાર દિવસીય વિશેષ ઉત્સવ ‘હીરોત્સવ’ની ઘોષણા


— 12 નવા અને અપડેટેડ મોડેલ્સને ગ્રાહકો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે ડીલરશિપ્સ પર તહેવારોનો ઉત્સાહ વધ્યો છે.

— સોનાના સિક્કા અને હીરો ટુ-વ્હીલર્સ જીતવાની તક સહિત આકર્ષક ઈનામો.

— 1 થી 4 નવેમ્બર દરમિયાન મર્યાદિત સમય માટે ખાસ લાભો: 100% સુધીનું ફાઇનાન્સ, સ્કૂટર્સ પર 0% વ્યાજ, ₹2222થી શરૂ થતા EMI, ₹10,000 સુધીનું કેશબેક, ₹6000 સુધીના કોર્પોરેટ લાભો અને ઘણું બધું.


નવી દિલ્હી | ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ | તહેવારોની ઉજવણીના ઉત્સાહને એક નવા સ્તરે લઈ જતાં વિશ્વની સૌથી મોટી મોટરસાઈકલ અને સ્કૂટર ઉત્પાદક હીરો મોટોકોર્પે ‘હીરોત્સવ’ની જાહેરાત કરી છે. આ ચાર દિવસીય વિશેષ ઉત્સવમાં સમગ્ર ભારતના ગ્રાહકો માટે તહેવારને લગતી ખાસ ઓફર્સ અને આકર્ષક ઈનામોનો સમાવેશ થાય છે. 1 નવેમ્બરથી 4 નવેમ્બર, 2026 સુધી ચાલનારો આ કાર્યક્રમ કંપનીના રાષ્ટ્રવ્યાપી તહેવાર અભિયાન ‘હીરો સંગ ત્યોહાર હૈ હર કહીં’નો જ એક ભાગ છે, જે તહેવારોની સીઝનને યાદગાર બનાવવા ઈચ્છતા ગ્રાહકો માટે વધુ ખુશીઓ લઈને આવ્યો છે.

આ ઉજવણી હીરો મોટોકોર્પના 12 નવા અને અપડેટેડ મોટરસાઈકલ તથા સ્કૂટર મોડેલ્સને ગ્રાહકો તરફથી મળેલા અસાધારણ પ્રતિસાદ બાદ શરૂ કરવામાં આવી છે. ડીલરશિપ્સ પર જોવા મળેલી મજબૂત માગણી અને ગ્રાહકોની રેકોર્ડ સંખ્યાએ તહેવારોની આ રોનકને વધુ ગતિ આપી છે. ‘હીરોત્સવ’ દ્વારા કંપની નવી શરૂઆતની આ સીઝનને વધુ લાભદાયી બનાવવા માગે છે, જેથી ગ્રાહકોને તેમનું મનપસંદ હીરો ટુ-વ્હીલર ઘરે લાવવા માટે એક વધારાનું કારણ મળી રહે. ચાર દિવસીય ‘હીરોત્સવ’ ઉજવણીમાં આકર્ષક ઓફર્સનો સમાવેશ થાય છે, જેમાં નીચે મુજબની બાબતો સામેલ છે:

  • એવરીડે રિવોર્ડ્સ: હીરો ટુ-વ્હીલર્સ અને સોનાના સિક્કા જીતવાની તક. આ સાથે અન્ય નિશ્ચિત ઈનામો.
  • ખાસ રિટેઈલ ફાઇનાન્સ ઓફર્સ: 100% સુધીનું ફાઇનાન્સ, ₹2222થી શરૂ થતા EMI અને ‘નો કોસ્ટ EMI’ની સુવિધા, જેનાથી ગ્રાહકો માટે તેમનું મનપસંદ ટુ-વ્હીલર ઘરે લાવવું વધુ સરળ બને છે.
  • ક્રેડિટ કાર્ડ કેશબેક: પસંદગીના ક્રેડિટ કાર્ડ્સ પર ₹10,000 સુધીનું ત્વરિત કેશબેક.
  • કોર્પોરેટ લાભો: પસંદગીના મોડલ્સ પર ₹6000 સુધીની બચત.

આ પહેલ વિશે વાત કરતાં હીરો મોટોકોર્પના ઈન્ડિયા બિઝનેસ યુનિટના ચીફ બિઝનેસ ઓફિસર આશુતોષ વર્માએ જણાવ્યું હતું કે, “આ તહેવારોની સીઝનમાં અમારા ગ્રાહકોએ હીરો મોટોકોર્પ પ્રત્યે જે અપાર વિશ્વાસ અને ઉત્સાહ દર્શાવ્યો છે, તેનાથી અમે અભિભૂત છીએ. અમારા 12 નવા અને અપડેટેડ મોડેલ્સને જે પ્રતિસાદ મળ્યો છે તે અસાધારણ છે; જે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોની મજબૂતી અને દેશભરના ગ્રાહકો સાથેના અમારા અતૂટ સંબંધને દર્શાવે છે. ‘હેરોત્સવ’ એ તહેવારોના આ ઉત્સાહને વધુ લાભદાયી અનુભવમાં બદલવાનો અમારો એક પ્રયાસ છે—જેમાં હીરો ટુ-વ્હીલર ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે ખાસ ઓફર્સ અને આકર્ષક લાભો ઉપલબ્ધ છે. તહેવારોનો માહોલ પૂરજોશમાં છે અને અમારી તમામ ડીલરશિપ્સ પર માગણી પણ મજબૂત છે ત્યારે અમે ગ્રાહકોને આ ચાર દિવસીય વિશેષ ઉજવણીનો મહત્તમ લાભ લેવા માટે આમંત્રિત કરીએ છીએ.”

ગ્રાહકો તેમના નજીકના અધિકૃત હીરો મોટોકોર્પ ડીલરશિપ સેન્ટરની મુલાકાત લઈને અથવા કંપનીના ડિજિટલ રિટેઈલ પ્લેટફોર્મ દ્વારા બુકિંગ કરીને ‘હેરોત્સવ’ ઓફર્સનો લાભ લઈ શકે છે. આ વિશેષ લાભો મર્યાદિત સમયગાળા માટે, એટલે કે 1 નવેમ્બરથી 4 નવેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

રોબોલ્ટા અમદાવાદમાં નવા સ્ટોર સાથે ગુજરાતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવશે

Spread the love અમદાવાદ, ગુજરાત | ૦૧ નવેમ્બર ૨૦૨૬ | ગુજરાતની ઝડપથી વિકસતી સ્વદેશી સ્માર્ટ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *