ૐ એ આધ્યાત્મિક સ્વસ્તિક છે, કલ્યાણકારી મંત્ર છે : મોરારિ બાપુ

Spread the love

—સાધુ થવાની જરૂર નથી પણ કોઈ સાધુના થઈ જાવ

—ભારતીય પરંપરામાં 9 નો ખૂબ મોટો મહિમા છે

—ૐ મંગલમ્ ૐકાર મંગલમ, ગુરુમંગલમ, ગુરુપાદ મંગલમ્

પ્રિય મોરારિ બાપુની ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ ગઈકાલે ઓમકારેશ્વર તીર્થધામ પર પહોંચી હતી. શ્વાદ્વશ જ્યોતિર્લિંગ સ્વરૂપ ઓમકારેશ્વર મહાદેવની ભૂમિ તથા મા ગંગા કાવેરીના સંગમ ભૂમિ પર રામકથાના પરમ પ્રેમમય આનંદમય સંવાદમાં આગળ ધપતા પ્રિય બાપુએ કહ્યું કે, એક ઉપનિષદનો મંત્ર છે, જેમાં જગતના મંગલ કલ્યાણનો ભાવ સમાયો છે, એ મંત્ર આપણે સૌ સાથે બોલીએ…

ૐ સન્નોમિત્ર : સંવરૂણ : સન્નો ભવતયામ સન્નો ઇન્દ્રો બૃહસ્પતિ : સન્નો વિષ્ણુરૂપ : નમો બ્રહ્મણે નમસ્તે વાર્યા ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મવદી સ્યામી સત્યમવદી તમાવુવતુ… ૐ શાંતિ : શાંતિ : શાંતિ :

અર્થાત્ આપ અમારું મંગલ કરો, કલ્યાણ કરો ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ૐ કેન્દ્ર સ્થાને છે. ૐ એ આધ્યાત્મિક સ્વસ્તિક છે. આપણે આધી ભૌતિક સ્વસ્તિક વિશે સંવાદ કર્યો, આજે આધ્યાત્મિક સ્વસ્તિક વિશે સંવાદ કરીએ… ભારત વર્ષમાં નવ નવનું ખૂબ મહત્વ છે. માનસમાં પણ નવનું પ્રાધાન્ય છે.

રામ પ્રાગટયની તિથી નવમી છે. નવનાથ છે. આ નવનાથ એ જ ભારતનો નાથ છે. નવરંગ પૃથ્વી નવ ખંડમાં પથરાયેલી છે, ભક્તિ નવ પ્રકારની છે, નિધી પણ નવ છે વગેરે… આપણે ત્યાં નવનાદ છે. પ્રથમ નાદ ૐ છે (1) ૐ નાદ (2) શંખનાદ (3) વેણુનાદ (4) સિંહનાદ (5) મેઘનાદ (6) ડમરુનાદ (7) સમીર વાયુનાદ (8) વરુણનાદ અને (9) વંશનાદ શાસ્ત્રીય સંગીતમાં મલ્હાર રાગ છે, આ રાગ નો જન્મ મેઘનાદમાંથી થયો છે. આપણે ત્યાં બૃંદવંશ અને નાદવંશ એમ બે પ્રકારના વંશ છે. આપણે સંસારીઓ બૃંદવંશી છીએ. નાદવંશનો ખૂબ મોટો મહીમાં છે.

અસ્મિતા એટલે ખુમારી ‘અસ્મિતા’ શબ્દ પતંજલિએ આપ્યો છે. અસ્મિતા પચાવી હોય તો એના માટે કેટલાક સૂત્રો છે… જરૂરી સંપદા એટલે સંપન્નતાં જરૂરી છે, આરોગ્ય – સ્વાસ્થ્ય જરૂરી છે, સારા સંતાન હોય, આપણા કુળની ખુમારી હોવી જોઈએ… ઘણા મને કહે છે કે – બાપુ અમે સાધુ નથી તો શું કરવું ? હું કહેતો રહું છું કે, તમે ભલે સાધુ ના હો, સાધુ થવાની જરૂર પણ નથી તમે કોઈ સાધુ ના થઈજાવ એજ પર્યાપ્ત છે. ભારતરત્ન મદન મોહન માલવિયા એ સ્વસ્તિકની સરસ વ્યાખ્યા કહી છે, એ કહે છે કે  ૐ એટલે અ, ઉ, મ, એમાં ત્રણ અક્ષર રહેલા છે. ‘અ’ એટલે અમરત્વની પ્રાપ્તિ, ‘ઉ’ એટલે ઉન્મનિ સાધનાની એક ભૂમિકા સ્થિતિ અને ‘મ’ એટલે મહદ્ આકાશમાં પ્રવેશ થાય. સાધક ગગનવિહારી બને. આજે પણ હિમાલયમાં એવા સાધકો છે જે શરીર – દેહથી – પૃથ્વી પર હોય પણ સાધના દ્વારા, ઉન્મનિ સ્થિતિએ પહોચ્યા પછી એ મહદ્ આકાશમાં પ્રવેશે છે એટલે કે ગગનવિહારી હોય.

આપણે ત્યાં ત્રિલોક, ચૌદલોકના સંદર્ભો છે પણ તુલસીદાસજી તો સકલ લોકનો મહિમા કરે છે. ઉપનિષદમાં ત્રિલોકની વાત છે. (1) પિતૃલોક (2) મનુષ્યલોક અને (3) દેવલોક. તુલસીદાસજીના કુલ બારગ્રંથો છે. આ બારગ્રંથો ને હું ‘ દ્વાદ્વશ ઉપનિષદ ‘ માનુ છું.

આધ્યાત્મિક ગુરુ પૂજ્ય શ્રી મોરારિ બાપુ એ કથારત્નો રજૂ કરતા કહ્યું કે, જાને કયા જાદુ ભરા હુઆ, ભગવાન તુમ્હારી ગીતા મેં મન ચમન હમારા હરા હુઆ, ભગવાન તુમ્હારી ગીતા મેં…

બાપુએ કહ્યું કે, પરમ અવસ્થાનું નામ પરમાત્મા છે. 2028 માં આ ઓમકારેશ્વરની ભૂમિ પર એક રામકથાનું ગાન કરવું છે. મદનભાઈ એ કીધું કે બાપુ 2028 માં ઓમકારેશ્વરમાં એક કથા આપો. બાપુએ સહર્ષ કહ્યું કે આપી.

== સમાપ્ત ==


Spread the love

Check Also

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન એમેઝોન બજાર ઉપર આકર્ષક ઑફર્સ સાથે આ નવરાત્રીમાં મનપસંદ ચીજ-વસ્તુઓની ખરીદી કરો

Spread the love ગ્રાહકો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન એમેઝોન બજારમાં બ્યૂટી, ફેશન, હોમ અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *