
નવી દિલ્હી | ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ | જાવા યઝદી મોટરસાઇકલ્સે નવી દિલ્હીમાં ચેક રીપબ્લિકના દૂતાવાસ ખાતે ચેક ડે 2026ની ઉજવણી કરી હતી. લગભગ એક સદી પહેલાં પ્રાગથી શરૂ થયેલી આ વિકાસયાત્રા આજે પણ ભારતમાં મોટરસાઇકલના ચાહકોની અનેક પેઢીઓને પ્રેરિત કરી રહી છે. પેઢી દર પેઢી ભારતમાં મોટરસાઇક્લિંગના કલ્ચરને ઘડવામાં યોગદાન આપવાથી લઇને દેશના આધુનિક ક્લાસિક મોટરસાઇકલ સેગમેન્ટની સ્થાપના કરવા સુધી, જાવાએ પોતાના આગવા વારસાને આગળ વધાર્યો છે.
વર્ષ 1929માં ચેક રીપબ્લિકના પ્રાગમાં સ્થપાયેલી જાવાએ નવીનીકરણમાં રહેલા વિઝન અને પરંપરાગત માન્યતાઓને પડકારવાની તૈયારી સાથે પોતાની વિકાસયાત્રા શરૂ કરી હતી. કંપનીની પ્રથમ મોટરસાઇકલ જાવા 500 ઓએચવી દ્વારા એક એવી વિકાસયાત્રાનો શુભારંભ થયો, જેણે મોટરસાઇક્લિંગના ઇતિહાસમાં જાવાને આગવું સ્થાન અપાવ્યું. મોટરસાઇક્લિંગને વધુ વ્યાપક વર્ગ સુધી પહોંચાડવાની જરૂરિયાતને પારખીને, જાવાએ વર્ષ 1932માં વજનમાં હલકી અને અત્યંત સફળ જાવા 175 મોટરસાઇકલ રજૂ કરી. તેનાથી બ્રાન્ડની પ્રતિષ્ઠા વધુ મજબૂત બની અને ભવિષ્યમાં વિકાસ સાધવા માટેનો પાયો પણ નખાયો.
જાવાએ છેલ્લાં કેટલાક દાયકાઓમાં મોટરસાઇકલના વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવવા અને એન્જિનીયરિંગ ક્ષેત્રે પોતાની આગવી સૂઝબૂઝ બદલ ઘણી સારી નામના મેળવી છે. જાવાની સૌથી નોંધપાત્ર સિદ્ધિઓમાંની એક જાવા ‘પેરાક’ હતી, જેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિકસાવવામાં આવી હતી અને જેને પાછળથી પોતાના સમયની સૌથી પ્રગતિશીલ મોટરસાઇકલ્સમાંની એક તરીકે ઓળખ પ્રાપ્ત થઈ હતી. ઑટોમેટિક ક્લચ સિસ્ટમ જેવા નવીનીકરણે પરંપરાગત માન્યતાઓને પડકારવાની જાવાની તૈયારીને દર્શાવી હતી અને મોટરસાઇક્લિંગના ઇતિહાસમાં તેનું સ્થાન વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું હતું.
ભારત સાથેનું જાવાનું જોડાણ વર્ષ 1960માં આઇડિયલ જાવાના આગમન સાથે શરૂ થયું હતું અને આ સાથે જ પેઢી દર પેઢીના અતૂટ બંધનની પણ શરૂઆત થઈ હતી. આ મોટરસાઇકલ્સે ભારતમાં મોટરસાઇક્લિંગના કલ્ચરમાં આગવું સ્થાન મેળવ્યું અને દરેક પેઢીના રાઇડર્સમાં પોતાનો એક વફાદાર ફેન બેઝ ઊભો કર્યો. જાવાની હાજરી ફક્ત રસ્તાઓ પૂરતી સીમિત રહી નહોતી. લોકપ્રિય સંસ્કૃતિ, મોટરસ્પોર્ટ્સ, રાઇડર્સના સમુદાયો અને ભારતીય સિનેમામાં પણ જાવાએ પોતાનું સ્થાન બનાવ્યું હતું, જ્યાં તે મોટરસાઇક્લિંગના જુસ્સા સાથે ઘનિષ્ઠ રીતે જોડાઈ ગઈ હતી. દાયકાઓ વીતી ગયાં હોવા છતાં, આ જોડાણ આજે પણ દેશભરના રાઇડર્સના દિલમાં અકબંધ રહ્યું છે.
વર્ષ 2018માં જાવાની વાપસી સાથે એક નવા યુગનો પ્રારંભ થયો હતો. આ પુનરાગમનનું નેતૃત્વ જાવા 42એ કર્યું, જેણે પરંપરાગત માન્યતાઓને પડકારીને આ કેટેગરીમાં ભારતની પ્રથમ મૉડર્ન ક્લાસિક મોટરસાઇકલ તરીકે સ્થાન મેળવ્યું અને રાઇડર્સની નવી પેઢી માટે આ સેગમેન્ટની વ્યાખ્યા જ બદલી નાખી. જાવા 42 ફક્ત નવી મોટરસાઇકલ નહીં પરંતુ ભારતમાં જાવાના આધુનિક યુગનું સ્વર્ણિમ પ્રકરણ બની. આ વિકાસયાત્રાને આગળ વધારતાં જાવાએ પોતાની મોટરસાઇકલ્સની રેન્જનો સતત વિસ્તાર કર્યો છે. તેણે હાલમાં જ જાવા ઑલ સ્ટાર્સ રેન્જ રજૂ કરી હતી, જેમાં જાવા 42, જાવા 42 એફજે અને જાવા 42 બૉબરનો સમાવેશ થાય છે.
ક્લાસિક લેજેન્ડ્સના સહ-સ્થાપક શ્રી અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, ‘ચેક ડે આપણને લગભગ એક સદીથી જાવાના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી તેની ઉત્પત્તિની ઉજવણી કરવાની તેમજ ભારતમાં જાવાની વિકાસયાત્રા કેવી રીતે આગળ વધી રહી છે, તેના પર ચિંતન કરવાની પણ તક આપે છે. જાવા 42એ ભારતમાં મૉડર્ન ક્લાસિક મોટરસાઇકલ સેગમેન્ટની સ્થાપના કરવામાં મદદ કરી હતી પરંતુ તેનું મહત્વ ફક્ત એક સેગમેન્ટ ઊભું કરવા પૂરતું સીમિત નથી. તેણે રાઇડર્સની નવી પેઢી સુધી જાવાની આગવી ઓળખ પહોંચાડી અને આ વારસાને આગળ વધારવા માટેનો પાયો પણ તૈયાર કર્યો. જાવા ક્યારેય માત્ર જૂની યાદો સાથે જોડાયેલી બ્રાન્ડ નથી રહી. તે આજના રાઇડર્સ માટે પોતાની આગવી ઓળખને આગળ વધારનારી બ્રાન્ડ છે.’
ચેક ડે 2026માં જાવાની સહભાગિતા તેની ઉત્પત્તિને ભારતના બદલાતા મોટરસાઇક્લિંગ કલ્ચર સાથે જોડનારી વિકાસયાત્રાને પ્રતિબિંબિત કરે છે. રાઇડર્સની અનેક પેઢીઓને પ્રેરિત કરવાથી લઈને ભારતમાં મૉડર્ન ક્લાસિક મોટરસાઇકલ સેગમેન્ટ ઊભું કરવા સુધી, જાવા આજે પણ પોતાની આગવી ઓળખ અને મૂળ ભાવનાને જાળવી રાખીને આજના રાઇડર્સની અપેક્ષાઓને અનુરૂપ મોટરસાઇકલ્સ તૈયાર કરવાની દિશામાં સતત કાર્યરત છે.
== સમાપ્ત ==
Aajna Samachar