રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના પ્રોજેક્ટ સક્ષમ અંતર્ગત રાસ્કા શાળામાં બેગલેસ સેટરડેની ઉજવણી

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ | રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા પ્રોજેક્ટ સક્ષમ હેઠળ દત્તક લેવામાં આવેલી રાસ્કા ગામ સરકારી માધ્યમિક શાળામાં  બેગલેસ સેટરડે ની ઉજવણી કરવામાં આવી. રોટરી ક્લબના સહયોગથી રાસ્કા માધ્યમિક શાળામાં દર શનિવારે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેની અંતર્ગત આ શનિવારે  સર્વાઇકલ કેન્સર જાગૃતિ અંગેનું વક્તવ્ય તથા નાટ્ય પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી.

રોટરી ક્લબ ઓફ અસ્મિતા ના સભ્ય રોટે. ડોક્ટર પૂર્વી નાણાવટીએ ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ ને  સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસી ના ફાયદાઓ અંગે ની સમજણ આપી. તેમજ ગામડામાં પ્રવર્તમાન માસિક ધર્મ અંગેની ગેર સમજણો થી દૂર રહીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પહેલ કરી. વિદ્યાર્થીનીઓની માતાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના પ્રેસિડેન્ટ રોટે. નિરવ જોશી એ વિદ્યાર્થીઓ માટે નાટ્ય પ્રશિક્ષણ સેમીનાર લીધો હતો. જેની અંતર્ગત વિદ્યાર્થીઓને ભાષા શુદ્ધિ, આરોહ-અવરોહ તેમજ સંવાદો કેવી રીતે બોલવા તેની સમજણ આપવામાં આવી. 90 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમની પાસે એક વાર્તા નું વાચિકમ પણ કરાવવામાં આવ્યું.

રોટરી ક્લબ ના પ્રોજેક્ટ સક્ષમ અંગે માહિતી આપતા રોટે. ઈશિતા પટેલે જણાવ્યું હતું કે સક્ષમ બાળકો થકી અમે સક્ષમ શાળાનું નિર્માણ કરીશું અને સક્ષમ શાળા થકી સક્ષમ સમાજનું ઘડતર કરીશું. આગામી સપ્તાહમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા શાળામાં પુસ્તકાલય પણ શરૂ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંયોજન રોટે. ડોક્ટર પૂર્વીશ પટેલ તથા રોટે. સેતુ શાહે કર્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષક ગણે રોટરી ક્લબ નો આભાર માન્યો હતો અને વક્તાઓનું શાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ભારતીય કૃષિમાં મહિલાઓના સશક્તિકરણ માટેની કોર્ટેવાની #2MillionWomen પહેલનાં બે વર્ષ પૂરા થયા

Spread the love ગ્રામીણ ભારતમાં કૌશલ્ય નિર્માણ, આજીવિકા મજબૂતીકરણ અને પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે નારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *