વંચિત બાળકોના શિક્ષણના લાભાર્થે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ‘વેલકમ જિંદગી’ નાટકનો ચેરિટી શો યોજાયો

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે કાર્યરત ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વંચિત અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણના લાભાર્થે પ્રસિદ્ધ ગુજરાતી નાટક  ‘વેલકમ જિંદગી’નો ચેરિટી શો તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયો હતો.

મહિલા અને બાળ કલ્યાણ સહિતના વિવિધ સામાજિક ક્ષેત્રોમાં સમગ્ર વર્ષ દરમિયાન અનેક સેવાકીય પહેલ હાથ ધરતી ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સામાજિક પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવા તેમજ વધુ લોકોને સેવાકાર્ય સાથે જોડવાના ઉદ્દેશ્યથી આ ચેરિટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચેરિટી શોમાં 600થી વધુ દર્શકોએ ઉપસ્થિત રહી ‘વેલકમ જિંદગી’નાટકનો આનંદ માણ્યો હતો. નાટકના મુખ્ય કલાકારો સૌમ્ય જોશી, જિજ્ઞા વ્યાસ અને અભિનય બેંકર સહિતની સમગ્ર ટીમના અભિનયને દર્શકોએ ખૂબ વખાણ્યો હતો અને કલાકારોએ પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ શાહે જણાવ્યું હતું કે, “આ ચેરિટી શોમાંથી પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ વંચિત અને જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ અને શૈક્ષણિક જરૂરિયાતો માટે કરવામાં આવશે. સમાજના દરેક વર્ગના લોકોનું સહયોગ અને સમર્થન મળતું રહે તે અમારું સતત પ્રયત્ન છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ચેરિટી શોને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ શુભેચ્છકો, દાતાઓ, સ્પોન્સર્સ, કલાકારો, વોલેન્ટિયર્સ અને દર્શકોનો ડ્રીમ ફાઉન્ડેશન પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

ડ્રીમ ફાઉન્ડેશનના આ સેવાકીય પ્રયાસને ઉપસ્થિત મહેમાનો તેમજ દર્શકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રયાસની સૌએ પ્રશંસા કરી હતી.

== સમાપ્ત ==


Spread the love

Check Also

એલડીએલ કોલેસ્ટ્રોલ અંગેની 5 સામાન્ય માન્યતાઓનો પર્દાફાશ: ‘સારું લાગવું’ એનો અર્થ એ નથી કે તમારું હૃદય સુરક્ષિત છે

Spread the loveયુવાનોને ઉચ્ચ કોલેસ્ટ્રોલ મળતું નથી એવું માનીને ફક્ત ‘સામાન્ય‘ પ્રયોગશાળા શ્રેણીઓ પર આધાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *