8 વર્ષીય જયબીર સિંઘ ગુરુદત્તે પ્લેન્ક જેક્સની સિદ્ધિ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Spread the love

રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા જયબીર સિંઘ એક મિનિટમાં 156 પ્લેન્ક જૅક્સ કર્યા

અમદાવાદ | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ | અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતા આઠ વર્ષીય જયબીર સિંઘ ગુરુદત્તે એક મિનિટમાં 156 પ્લેન્ક જૅક્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેની આ સિદ્ધિને ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા’ દ્વારા માન્યતા આપવામાં આવી છે.

હર્ષમીત સિંઘ અને ખુશ્બુ કૌરના પુત્ર જયબીર સિંઘ સાત વર્ષની ઉંમરે રમતગમતની તાલીમ શરૂ કરી હતી. હાલમાં તે આંતરરાષ્ટ્રીય વુશુચેમ્પિયન અને ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા’ના રેકોર્ડધારક અમનદીપ સિંઘ ગોત્રા પાસેથી વ્યાવસાયિક તાલીમ લઈ રહ્યો છે.

આ રેકોર્ડ માટે જયબીર સિંઘ પોતાના કોચના માર્ગદર્શન હેઠળ નિયમિત અને સુઆયોજિત તાલીમ કાર્યક્રમનું પાલન કર્યું હતું. તે દરરોજ બે કલાક તાલીમ લે છે. જેમાં સવારના સત્રમાં શારીરિક તંદુરસ્તી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, જેમાં શક્તિ, સ્ટેમિના, સહનશક્તિ, શરીરની ગતિશીલતા, લવચીકતા તેમજ કોર સ્ટ્રેન્થ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

જ્યારે સાંજના સત્રમાં પંચિંગ, કિકિંગ, એથ્લેટિક ડ્રિલ્સ તેમજ મિક્સ્ડમાર્શલ આર્ટ્સની તાલીમ દ્વારા કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. રેકોર્ડના પ્રયાસ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સીઈઓપાવન સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જયબીર સિંઘએ જણાવ્યું હતું કે, “આ રેકોર્ડ હાંસલ કરીને હું ખૂબ જ ખુશ છું. તાલીમ દરમિયાન મેં સખત મહેનત કરી છે અને એક  નિટમાં હું કેટલા પ્લેન્ક જૅક્સ કરી શકું છું તે જોવા માટે પણ હું ખૂબ ઉત્સુક હતો. હું મારી તાલીમ સતત ચાલુ રાખવા માંગુ છું અને ભવિષ્યમાં વધુને વધુ રમતગમતના પડકારોમાં ભાગ લેવા ઇચ્છું છું. મારું સપનું છે કે એક દિવસ ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ભારત માટે મેડલ જીતીને દેશનું નામ રોશન કરું.”

કોચ અમનદીપ સિંઘ ગોત્રાએ જણાવ્યું હતું કે, “જયબીર સિંઘ આ રેકોર્ડ માટે સતત તાલીમ લીધી છે અને પોતાની ઉંમરને અનુરૂપ સારી શારીરિક શક્તિ તથા ફિટનેસનું પ્રદર્શન કર્યું છે. પ્લેન્ક જૅક્સ માટે કોર સ્ટ્રેન્થ, સ્ટેમિના, સંકલન તેમજ યોગ્ય ટેકનિક જાળવી રાખવાની ક્ષમતા જરૂરી છે. તેની તાલીમ દરમિયાન આ તમામ પાસાં વિકસાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ રેકોર્ડ તેની રમતગમતની સફરમાં એક પ્રોત્સાહક સીમાચિહ્ન સમાન છે અને અમે તેની સર્વાંગી ફિટનેસ તથા કૌશલ્યને વધુ વિકસાવવા માટે સતત મહેનત કરતા રહીશું.”

દરરોજની તાલીમ સાથે જયબીર સિંઘ સંતુલિત અને પ્રોટીનથી ભરપૂર આહાર તેમજ પોષણયોજનાનું પણ પાલન કરે છે. તેની તાલીમ અને પોષણ કાર્યક્રમ તેની શારીરિક વૃદ્ધિ, ફિટનેસ તથા રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.

જયબીર સિંઘ હવે પોતાની રમતગમતની કુશળતાને વધુ વિકસાવવા અને ઉચ્ચ સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેનો લાંબા ગાળાનો ઉદ્દેશ્ય ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયનગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશ માટે મેડલ જીતવાનો છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો અનોખો સમન્વય

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *