શ્રી શ્રી વેલબીઇંગનું અમદાવાદ સેન્ટર રિનોવેશન અને વિસ્તરણ પછી ફરી શરૂ થયું

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | શ્રી શ્રી સત્વ ગ્રૂપની આયુર્વેદ અને વેલનેસ કંપની શ્રી શ્રી વેલબીઇંગએ વિસ્તૃત રિનોવેશન અને વિસ્તરણ પછી અમદાવાદમાં પોતાનું સેન્ટર ફરી શરૂ કર્યું છે. ઘણા વર્ષોથી શહેરની સેવા કરતાં આ સેન્ટરમાં હવે મોટો થેરપી એરિયા, પંચકર્મની વધારાની સુવિધાઓ અને કન્સલ્ટેશન માટે નવી જગ્યાઓ છે, જેથી દરરોજ વધારે મુલાકાતીઓને સેવા કરવાની ક્ષમતામાં વધારો થયો છે.

રિનોવેટ કરેલું સેન્ટર ડૉક્ટરની સલાહ મુજબ આયુર્વેદિક સારવાર આપે છે. આ સેવા ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરના એ દ્રષ્ટિકોણથી પ્રેરિત છે કે, સ્વાસ્થ્ય એટલે ફક્ત બીમારીથી મુક્ત હોવું જ નહીં, પરંતુ જીવનની જીવંત અભિવ્યક્તિ તથા તન-મન બંનેથી સ્વસ્થ રહેવું સારવારની સફર કન્સલ્ટેશનથી શરૂ થાય છે, જેમાં નાડી પરીક્ષા સામેલ છે. તેમાં વ્યક્તિની જરૂરિયાતોને સમજવા નાડી પરીક્ષા થાય છે. તપાસને આધારે સારવારની કોઈ નિશ્ચિત રીત અપનાવવાને બદલે થેરેપીનો ઉચિત સમન્વય અને સમય નિર્ધારિત કરવામાં આવે છે. થેરપી સેશન પછી પણ માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી લોકો ઉચિત આદતોને પોતાના રોજિંદા જીવનમાં સામેલ કરી શકે છે.

આ સેન્ટર નાડી પરીક્ષા અને ડૉક્ટરના કન્સલ્ટેશનની સાથે અનેક પ્રકારની આયુર્વેદિક થેરેપી પણ આપે છે, જેમ કે અભ્યંગ, શિરોધારા, સ્વદેન અને નાસ્ય. તેમાં સંવર્ધિત સુવિધાઓના કારણે આ પંચકર્મ પ્રોગ્રામ પણ આપી શકે છે – પછી એ નાનો સિઝનલ કોર્સ હોય કે ડૉક્ટરની દેખરેખમાં લાંબા સમય સુધી ચાલતો પ્રોગ્રામ હોય. અન્ય સેવાઓમાં નેત્ર તેજસ પણ સામેલ છે, જે આંખોની સારસંભાળ કરવાની એક પરંપરાગત રીત છે અને સ્ક્રીનથી થતા થાકમાં રાહત આપવામાં મદદ કરી શકે છે. સાથે સાથે, ઑસ્ટિયોપેથી પણ ઉપલબ્ધ છે, જેમાં હળવા  હાથોથી સારવાર કરવામાં આવે છે. આ સેન્ટરમાં શ્રી શ્રી તત્વની દવાઓ અને શંકર સ્કિનકેર ઉત્પાદનો પણ મળે છે.

શ્રી શ્રી વેલબીઇંગની રીત થેરેપીનું કોઈ એકસમાન પેકેજ આપવાને બદલે દરેક વ્યક્તિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે. અમદાવાદ સેન્ટરમાં આવતા લોકો ઘણી વાર તણાવ અને ઊંઘ, પીઠ, ગરદન અને સાંધાની સમસ્યાઓ,પાચન અને પેટની તકલીફ, મહિલાઓનું સ્વાસ્થ્ય તથા ચયાપચય અને જીવનશૈલીમાં સંતુલન જેવી સમસ્યાઓ માટે મદદ ઇચ્છે છે. કન્સલ્ટિંગ ડૉક્ટર દરેક વ્યક્તિની જરૂરિયાતોને આધારે થેરેપીનો ઉચિત સમન્વય કરે છે.

આ સંવર્ધિત સેન્ટરને પરંપરાગત આયુર્વેદિક રીતોને એક વ્યવસ્થિત દેખભાળના વાતાવરણ સાથે જોડવામાં આવ્યું છે. તેમાં ક્વોલિફાઇડ ડૉક્ટર સલાહ આપે છે અને ટ્રેન્ડ થેરેપિસ્ટ નિર્ધારિત પ્રોટોકોલ અનુસાર થેરેપી આપે છે સલાહ, થેરેપી અને પંચકર્મ માટે અલગ-અલગ જગ્યા હોવાથી સેન્ટરમાં અનેક પ્રકારની સારવાર આપી શકાય છે.

આ સેન્ટરને ફરી શરૂ કરવાથી ગુજરાતમાં શ્રી શ્રી વેલબીઇંગની હાજરી વધારે મજબૂત થશે. અમદાવાદના લોકો એના મોટા નેટવર્ક સાથે જોડાઈ શકશે. આ સંસ્થા હાલ ભારતના 11 રાજ્યોમાં 19 સેન્ટર ચલાવે છે. સાથે સાથે, અમેરિકા, જર્મની, યુએઇ, ઓમાન, મોંગોલિયા અને નાઇજીરિયામાં પણ એના સેન્ટર છે. બેંગાલુરુમાં એનું મુખ્ય NABH-માન્યતાપ્રાપ્ત કેમ્પસ લગભગ ત્રણ દાયકાથી સતત ચાલી રહ્યું છે અને તેમાં 30થી વધારે ટ્રીટમેન્ટ રૂમ અને 80 રેસિડેન્શિયલ રૂમ છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

દેશનાં વિવિધ રાજ્યોમાં અકસ્માતમાં અવસાન પામેલા લોકોને મોરારી બાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

Spread the love અમદાવાદ, ગુજરાત | ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ | છેલ્લા કેટલાક સમયથી દેશનાં વિવિધ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *