ગુજરાતની શિલ્પ વિરાસતનું સંરક્ષણ : જીઆઇ ટેગ સન્માન

Spread the love

  • ગુજરાતની ચાર હસ્તકલાને સિક્યોર જીયોગ્રાફિક ઇન્ડિકેશન (GI)નું ટેગિંગ મળ્યું
  • આ પહેલ EDIIના સહયોગથી ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશ્નરની પહેલ હસ્તકલા યોજના હેઠળ કરવામાં આવી છે.
  • અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 20 હસ્તકલાઓને GI ટેગિંગ મળી ચૂક્યું છે.

****

 16 મે 2024 – આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) અમદાવાદને ગુજરાતની સમૃદ્ધ હેરિટેજ હસ્તકલાનાં સંરક્ષણ અને પ્રચારમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશનરે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII)ના સહયોગથી  ગુજરાતના ચાર પરંપરાગત હસ્તકલાના જિયોગ્રાફિક ઇન્ડિકેશન (GI)ટેગિંગની સુવિધા પ્રદાન કરી છે.

તાજેતરનું GI ટેગીંગ  ગુજરાતના કારીગર સમુદાય માટે એક મહત્વપૂર્ણ અવસર છે.ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડીપીઆઇઆઇટી અંતર્ગત ભૌગોલિક સંકેતો રજિસ્ટ્રી ઑફિસ દ્વારા માન્યતા પ્રાપ્ત  હસ્તકલામાં ગુજરાત સૂફ એમ્બ્રોઇડરી,અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ,સુરત સાડેલી ક્રાફ્ટ અને ભરૂચ સુજાની વણાટનો સમાવેશ થાય છે, જે ગુજરાત સરકારના મુખ્ય જ્ઞાન ભાગીદારના રૂપમાં હસ્તકલાનાં  છે.સેતુ યોજના અંતર્ગત EDIIએ આ હસ્તકલામાં લાગેલા હસ્તકલા-પ્રિન્યોર્સને સમર્થન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સહકારી સંસ્થાઓની રચનામાં મદદ કરવાથી લઇને GI ટેગિંગના બાદના હસ્તક્ષેપોને સુવિધાનદર બનાવવા સુધી  EDII ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે પોતાની પ્રતિબદ્ધતામાં  દઢ્ છે.

EDII અમદાવાદ કેમ્પસમાં આયોજીત સમારોહમાં કારીગરોને સન્માન અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર અને સચિવ શ્રી પ્રવિણ સોલંકી, અતિથિ વિશેષ તરીકે નાબાર્ડના ચીફ જનરલ મેનેજર/ઓઆઈસી શ્રી બી કે સિંઘલ  તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન (CEE)ના ફાઉન્ડર ડિરેક્ટર  શ્રી કાર્તિકેય વી.સારાભાઈ, EDIIના ડાયરેક્ટર જનરલ શ્રી ડૉ.સુનિલ શુક્લા અને હસ્તકલા સેતુના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી ડૉ.સત્ય રંજન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી પ્રવિણ સોલંકીએ કહ્યું, “રાજ્યને તેની ઓળખ તેના હસ્તકલા વારસાથી મળે છે.ગુજરાત યુનિક હસ્તકલાનું ઘર છે અને તેને ઉછેરવાની જવાબદારી આપણી છે.EDIIના સમર્થનથી ગુજરાત સરકાર સમૃદ્ધ હસ્તકલા વારસાને જાળવવા અને કારીગરોને માન્યતા આપવા માટે પ્રતિબદ્ધ છે. જ્યારે કૌશલ્ય પ્રશિક્ષણ કારીગરોને ઓળખ બનાવવામાં મદદ કરી રહ્યું છે ત્યારે મને આનંદ છે કે અમે આ હસ્તકલાની વિશિષ્ટતા સ્થાપિત કરીને GI ટેગ મેળવ્યો છે.”

જ્યારે શ્રી બી.કે સિંઘલે પોતાના અભિપ્રાય આપતા કહ્યું કે, “પરંપરાગત કલા અને કારીગરી આપણો વારસો છે અને તેને પોષવાની અને ઓળખવાની જરૂર છે.મને ખુશી છે કે EDIIના નેજા હેઠળ 4 વધુ યુનિક હસ્તકલાને GI ટેગ આપવામાં આવ્યો છે. હસ્તકલા પ્રોજેક્ટ અને જીઆઈ ટેગીંગ એ હકીકતની સાક્ષી છે કે ગુજરાતની પરંપરાગત કલા મજબૂત બજાર અને પસંદગી ધરાવે છે. નાના પાયાના ઉદ્યોગો,કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગો, હસ્તકલા અને અન્ય ગ્રામીણ હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે નાબાર્ડની પ્રતિબદ્ધતાને જોતાં મને આ વિકાસથી વિશેષ આનંદ થાય છે.” 

આ અંગે વાત કરતા શ્રી કાર્તિકેય વી.સારાભાઈએ કહ્યું કે, “ભારત કારીગરો દ્વારા પેઢીઓથી સાચવેલી પોતાની હસ્તકલા પરંપરાઓની વિવિધતામાં સમૃદ્ધ છે.દરેક પરંપરા કુદરતી વાતાવરણ સાથે નજીકથી સંબંધિત છે જેમાં આ હસ્તકલાનો વિકાસ થયો છે. આ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે અને હજારો વર્ષોની ભારતની અખંડ પરંપરાનો પુરાવો છે. GI ટેગિંગ પોતાને સુરક્ષા અને માન્યતા બંને આપે છે અને અનધિકૃત અનુકરણના ડર વિના નવા બજારો ખોલે છે.મને ખાતરી છે કે આ વિકાસ હસ્તકલાને મજબૂત બનાવવા અને કારીગરોમાંના ઉદ્યોગસાહસિકોને વિશ્વભરમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે નવા માર્ગોનું નિર્માણ કરશે.”

પ્રોજેક્ટની અમલીકરણ એજન્સી તરીકે EDIIની ભૂમિકા વિશે વિગતવાર વાત કરાત ડૉ.સુનિલ શુક્લાએ કહ્યું કે,“EDII હસ્તકલા યોજના પ્રોજેક્ટ હેઠળ ઉદ્યોગ સાહસિકોને તેમના કૌશલ્યો અને જ્ઞાનમાં વધારો કરવા અને તેમને નવા બજારો આપવા અને ગ્રાહકો સુધી પહોંચવામાં સરળતાને પ્રોત્સાહન આપવા માટે છે.આજે તેઓ હાઇ ડિમાન્ડ સાથે ઇનોવેટિવસ ,માર્કેટેબલ પ્રોડક્ટ બનાવી રહ્યા છે . GI ટેગિંગ એ તેમની યુનિક હસ્તકલાને ઓળખ આપવા માટેનું આ એક મોટી પહેલ છે”

હસ્તકલા સેતુ યોજના અને GI પ્રમાણપત્રથી સન્માનિત 4 હસ્તકલા વિશે 2020માં લોન્ચ કરવામાં આવેલી હસ્તકલા સેતુ યોજના ગુજરાતના 33 જિલ્લાઓમાં કારીગરોને સશક્ત બનાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રેક્ટિક સ્કિલ અને માર્કેટ એક્સપોઝર પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને 33939થી વધુ કારીગરોને સંવેદનશીલ બનાવવામાં આવ્યા છે અને 22000થી વધુને રાજ્યમાં ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ વિકાસ માટે EDIIની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતી અદ્યતન તાલીમ પ્રાપ્ત થઈ છે.

ક્રાફ્ટ સ્પોટલાઇટ: ગુજરાતની કલાત્મક પરંપરાઓનું સેલિબ્રેશન


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: યુવા સ્કેટર્સે સ્પર્ધાના ચોથા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું

Spread the loveઅમદાવાદ 23 નવેમ્બર 2024: શનિવારે SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદના ચોથા દિવસે સ્કેટિંગમાં ગ્લોબલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *