કોગ્નિઝન્ટે 489 નવા ભરતી કરાયેલા બી-સ્કૂલ ગ્રેજ્યુએટ્સ સાથે ટેલેન્ટ એક્સિલરેટર પ્રોગ્રામ શરૂ કર્યો

Spread the love

  • ભારતમાં 37 શહેરોમાં આવેલી 58 સંસ્થાઓમાંથી પ્રતિભાની પસંદગી કરવામાં આવી છે.
  • 37%થી વધુ ભરતી ટેક્નિકલ સિવાયના ક્ષેત્રોમાંથી, જેમાં લિબરલ આર્ટ્સનો પણ સમાવેશ થાય છે.
  • આ સમૂહમાં 42%થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે.

બેંગલુરુ | ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ | અગ્રણી AI બિલ્ડર અને ટેક્નોલોજી સર્વિસિસ પ્રોવાઇડર કોગ્નિઝન્ટ (NASDAQ: CTSH)એ આજે ભારતના 37 શહેરોમાં આવેલી 58 બિઝનેસ સ્કૂલ્સ (B- સ્કૂલ)માંથી નવા ભરતી કરાયેલા 489 ગ્રેજ્યુએટ્સ સાથે પોતાના ટેલેન્ટ એક્સિલરેટર પ્રોગ્રામ ની શરૂઆત કરી છે. તેમાં IIM બેંગલુરુ, IIM કોઝિકોડ, IIM લખનૌ, ISB હૈદરાબાદ, SPJIMR મુંબઈ, FMS, યુનિવર્સિટી ઓફ દિલ્હી અને XLRI – ઝેવિયર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, જમશેદપુર સહિતની અગ્રણી સંસ્થાઓના ગ્રેજ્યુએટ્સનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ બે અઠવાડિયાનો ઇમર્સિવ ઑનબોર્ડિંગ પ્રોગ્રામ છે, જે કોગ્નિઝન્ટની ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે સ્થિત સુવિધાઓમાં એકસાથે યોજાઈ રહ્યો છે. તેનો ઉદ્દેશ નવા કર્મચારીઓને કંપની અને તેના મૂલ્યો વિશે જાણકારી મેળવવામાં મદદ કરવાનો છે. આ કાર્યક્રમમાં ફંક્શનલ, સેલ્સ અને માર્કેટિંગ ક્ષેત્રની તાલીમ સાથે કોગ્નિઝન્ટની બિઝનેસ અને લીડરશિપ ટીમો સાથે સીધો સંવાદ પણ સામેલ છે.

કોગ્નિઝન્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ – ગ્લોબલ ઓપરેશન્સ અને ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર રાજેશ વરિયરે જણાવ્યું હતું કે, “AI બિલ્ડર તરીકે કોગ્નિઝન્ટ માને છે કે ક્લાયન્ટ્સ અને એસોસિએટ્સ બંને માટે મૂલ્યનું સર્જન કરવા માટે વૈચારિક વિવિધતા આવશ્યક છે. પ્રથમ દિવસથી જ દેશભરમાંથી વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓને એકસાથે લાવીને ટેલેન્ટ એક્સિલરેટર પ્રોગ્રામ સહયોગની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને નવા એસોસિએટ્સને AIની ક્ષમતાઓ અને વાસ્તવિક વ્યાવસાયિક પરિણામો વચ્ચેનું અંતર દૂર કરવા માટે સજ્જ કરવાનો ઉદ્દેશ ધરાવે છે.”

કોગ્નિઝન્ટ AIના યુગની માંગને અનુરૂપ આંતરવિષયક કૌશલ્યો વિકસાવવા માટે નોન-STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ક્ષેત્રની પ્રતિભાઓની ભરતીનો વ્યાપ વિસ્તારી રહી છે. તાજેતરમાં ભરતી કરાયેલા B- સ્કૂલ ગ્રેજ્યુએટ્સ આ અભિગમનું પ્રતિબિંબ છે. આ સમગ્ર સમૂહમાંથી 37%થી વધુ ઉમેદવારો નોન-STEM બેકગ્રાઉન્ડ ધરાવે છે, જેમાં સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા લિબરલ આર્ટ્સના વિષયો, ઓફિસ મેનેજમેન્ટ અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ જેવા વ્યાવસાયિક ક્ષેત્રો તથા ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન જેવા ડિઝાઇન આધારિત ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કોગ્નિઝન્ટની સમાવેશિતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને અનુરૂપ, આ સમગ્ર સમૂહમાં 42%થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે.

કંપનીએ તાજેતરમાં પોતાની ફ્રન્ટિયર સર્ટિફાઇડ વર્કફોર્સનો વ્યાપ વધારીને 5,000 ફ્રન્ટિયર સર્ટિફાઇડ એન્જિનિયર્સ અને 10,000 ફ્રન્ટિયર બિઝનેસ ઓપરેટર્સ સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ વર્કફોર્સ એ માનવ અને ઓપરેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતિનિધિત્વ કરે છે, જે એન્ટરપ્રાઇઝિસને AIની ક્ષમતાને માપી શકાય તેવા વ્યાવસાયિક પરિણામોમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવા માટે જરૂરી છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

BIBA ભારતીય ‘મેક્સિમલિઝમ’ પર આધારિત તેના ઉત્સવ-વિશેષ કલેક્શન ‘Too BIBA To Blend In’ સાથે નવરાત્રીનું સ્વાગત કરે છે.

Spread the love આ સિઝન માટે ક્યુરેટેડ ફેસ્ટિવ એડિટ અને સમર્પિત ગિફ્ટિંગ કલેક્શન લાવી રહ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *