દરેકને શિક્ષણનો લાભ મળે તે આશયથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત‘માઇલ્સ એન માઇન્ડ્સ’ રનનું આયોજન કરાયું

Spread the love

અમદાવાદ, ગુજરાત | 20 જુલાઈ 2026 | અમદાવાદ સ્થિત લા ફોરેટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માઇલ્સ એન માઇન્ડ્સ’ શીર્ષક સાથે કોમ્યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું. આ સંસ્થા ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સમુદાય નિર્માણ દ્વારા વંચિત વર્ગના લોકોના સશક્તિકરણ માટે કાર્યરત છે. આ રનમાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, પરિવારો અને ફિટનેસપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને શિક્ષણ જેવા ઉમદા હેતુને સમર્થન આપ્યું.

આ કાર્યક્રમમાં 2 કિમી, 5 કિમી અને 10 કિમીની દોડની કેટેગરી રાખવામાં આવી હતી, જેથી દરેક ઉંમર અને ફિટનેસ સ્તરના લોકો ભાગ લઈ શકે. આ પહેલની વિશેષતા એ રહી કે કાર્યક્રમમાંથી મળનારી 100 ટકા રકમ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સ્ટેશનરી કિટ્સ અને અભ્યાસ માટેની જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં ખર્ચવામાં આવશે. ઉપરાંત, સહભાગીઓને બાળકોને આ શૈક્ષણિક કિટ્સ પોતાના હાથે અર્પણ કરવાની તક પણ આપવામાં આવી હતી, જેથી તેઓ પોતાની ભાગીદારીનો હકારાત્મક પ્રભાવ નજીકથી અનુભવી શકે.

આ કાર્યક્રમમાં ટેલિવિઝન એક્ટર ગૌરવ વાધવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘યે હૈ મહોબ્બતેં’, ‘થપકી પ્યાર કી’, ‘નાગિન’ જેવી લોકપ્રિય સિરિયલોમાં અભિનય કર્યો છે અને હાલમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી ‘તુમ દેના સાથ મેરા’માં અભિનય કરી રહ્યા છે. તેમણે રનમાં પણ ભાગ લીધો હતો અને ઉપસ્થિતોને સંબોધ્યા હતા.

મીડિયાને સંબોધતા ગૌરવ વધવાએ જણાવ્યું હતું કે, “મારો દૃઢ વિશ્વાસ છે કે દરેક બાળકને શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ થવું જોઈએ. શૈક્ષણિક અભ્યાસની સાથે રમતગમત અને અન્ય સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓને પણ સમાન મહત્વ મળવું જોઈએ, કારણ કે તે પણ કારકિર્દી માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. ‘માઇલ્સ એન માઇન્ડ્સ’ એવા બાળકો માટે નવી તકો ઊભી કરી રહ્યું છે, જેમનામાં પ્રતિભા તો ભરપૂર છે, પરંતુ તકનો અભાવ છે. આવા જીવન પરિવર્તન લાવતા અભિયાન સાથે જોડાઈને મને ગર્વ અનુભવું છું.”

લા ફોરેટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિભા ગોયલે જણાવ્યું હતું કે, “અમારો હેતુ એવા લોકો સુધી તકો પહોંચાડવાનો છે, જેમનામાં ક્ષમતા તો ઘણી છે પરંતુ તક ઓછી છે. આ માત્ર ફંડ એકત્ર કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણ અને સામાજિક સહયોગ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અમારા પ્રયાસોની શરૂઆત છે.”

કાર્યક્રમના ઇવેન્ટ ડિરેક્ટર અને એનજીઓ હેડ રાશી વર્માએ જણાવ્યું હતું કે, ”‘માઇલ્સ એન માઇન્ડ્સ’ શિક્ષણને માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત ન રાખવાના અમારા વિઝનનું પ્રતિબિંબ છે. કલા, રમતગમત અને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ પણ આત્મવિશ્વાસપૂર્ણ અને સક્ષમ વ્યક્તિના ઘડતરમાં એટલી જ મહત્વની છે. આ પહેલ દ્વારા અમે આવી તકો દરેક બાળક સુધી પહોંચાડવા માંગીએ છીએ.”

એનજીઓના પ્રોજેક્ટ મેનેજર તથા ‘માઇલ્સ એન માઇન્ડ્સ’ના ઇવેન્ટ મેનેજર અન્વેષા દુબેએ જણાવ્યું હતું કે, “અમારો હેતુ ક્ષમતા અને તક વચ્ચેનું અંતર ઘટાડવાનો છે. આજે ભરાયેલું દરેક પગલું એવા બાળકો માટે આશા, પ્રોત્સાહન અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક છે, જેમને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સમાન તક મળવી જોઈએ.”

માત્ર ફંડ એકત્રિત કરવાના કાર્યક્રમથી આગળ વધીને ‘માઇલ્સ એન માઇન્ડ્સ’ સર્વસમાવેશક શિક્ષણ, સામાજિક ભાગીદારી અને સમાન તકો તરફના દીર્ઘકાલીન અભિયાનની શરૂઆત બની રહ્યું છે. આ પહેલ એ વાતનો પુરાવો છે કે ભરાયેલું દરેક એક માઇલ અસંખ્ય બાળકોના ભવિષ્યને નવી દિશા આપી શકે છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

કૃષ્ણ નવ પ્રકારનાં સત્ય, પ્રેમ અને કરુણાનો પૂર્ણાવતાર છે.

Spread the love કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો. ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *