સત્યનો વિચાર, ઉચ્ચાર અને સ્વિકાર-એ મહાદેવનું ત્રિપુંડ છે.

Spread the love

સવાલના માત્ર જવાબ મળે છે.જિજ્ઞાસા કરો,તો જાગૃતિ મળે છે.

અધ્યાત્મમાં સવાલનું એટલું મૂલ્ય નથી,જેટલું જિજ્ઞાસાનું છે.

જ્યાં સીમા હોય ત્યાં સંઘર્ષ હોય છે.

સત્ય અત્યંત સૂક્ષ્મ અને પકડમાં ન આવે એવું હોય છે.

પરમસત્યકાલાતિત હોય છે.

ઈચ્છાઓ રહેવા છતાં શરીર ચાલ્યું જાય એ મૃત્યુ છે,શરીરનાં રહેવા છતાં ઈચ્છાઓ ચાલી જાય એ મુક્તિ છે:સ્વામીશરણાનંદજી.

શનિવારે કોચિ ખાતે ચાલતી રામકથાનાં આઠમા દિવસે બધાને પ્રણામ વંદન કરી કથાનો આરંભ કરતા

જણાવ્યું કે આપ જેટલા પણ પ્રશ્ન પૂછો,સવાલના માત્ર જવાબ મળે છે.જિજ્ઞાસા કરો,તો જાગૃતિ મળે છે.અધ્યાત્મમાં સવાલનું એટલું મૂલ્ય નથી,જેટલું જિજ્ઞાસાનુંછે.બ્રહ્મજિજ્ઞાસા હોય છે.બ્રહ્મ વિશે કોઈ પ્રશ્નનો ઉત્તર મળી શકતો નથી.પણ આ જ છેલ્લું છે અને આ જ બરાબર છે એવું પણ ન સમજવું.કારણ કે બ્રહ્મ વિશે-કહી શક ન શારદ શેષ નારદ…

પૂછાયું છે કે તુલસી શિવજી રામ,ગણેશ,દેવી બધાની સ્તુતિ કરે છે.વ્યાસજીએશિવની સ્તુતિ કરી કે નહીં? વ્યાસજીએ પૂરું શિવપુરાણ લખ્યું છે.કારણ કે વ્યાસ વ્યાસછે!દેવી ભાગવત,પદ્મ પુરાણની રચના કરી છે.વ્યાસને સંકીર્ણ ના સમજો.વ્યાસનો અર્થ જ વિશાળ છે.વ્યાસ જે દેવની પ્રતિષ્ઠા કરે એને પૂરેપૂરાસ્થાપેછે.જ્યાં સીમા હોય ત્યાં સંઘર્ષ હોય છે.

વ્યાસ ન હોત તો સમાસ પણ ન હોત.આખા વિશ્વને જોડવાનું કામ વેદવ્યાસે કર્યું છે.અહીંલોરેન્સનાં જીવનની વાત પણ બાપુએ કરીને બતાવ્યું કે સત્ય અત્યંત સૂક્ષ્મ અને પકડમાં ન આવે એવું હોય છે. પરમસત્યકાલાતિત હોય છે.વિચારોના મેદાનમાં સત્ય રમતું નથી,કે કોઈ સીમાઓમાંઆબધ્ધ નથી થતું,પણ ગગન ગઢમાં રમે છે.

સત્ય વિચારવું,થઈ શકે તો સત્ય બોલવું અને સત્યનોસ્વિકારકરવો.સત્યનો વિચાર,ઉચ્ચાર અને સ્વિકાર એ મહાદેવનું ત્રિપુંડ છે.

શરણાનંદજી મહારાજ કહે છે:ઈચ્છાઓ રહેવા છતાં શરીર ચાલ્યું જાય એ મૃત્યુ છે,શરીરનાં રહેવા છતાં ઈચ્છાઓ ચાલી જાય એ મુક્તિ છે.

નામ,રૂપ,લીલા અને ધામમાંથીશંકરની કથા-નામ પ્રધાન,ભુશુંડીની કથા રૂપપ્રધાન,યાજ્ઞવલ્ક્યની કથા લીલાપ્રધાન,તુલસીની કથા ધામપ્રધાન છે.

કાલે જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે એટલું જ કહીશ કે નિર્ભય રહો!

પછી કાગભુશુડીના ન્યાયથી ખૂબ જ સંક્ષિપ્તમાંઅયોધ્યા કાંડ,અરણ્યકાંડ,કિષ્કીંધાકાંડ,સુંદરકાંડ અને લંકાકાંડનો સ્પર્શ કરીને તેના પ્રસંગોને સમજાવી ગાયન કરીને આજની કથાને વિરામ અપાયો.

રવિવારે આ રામકથાનો પૂર્ણાહૂતિ દિવસ છે.

Box

મૃત્યુલોક-પૃથ્વિ એ યજ્ઞકૂંડ છે.

યજ્ઞ કરવા માટે ભૂમિ જોઈએ,ભૂમિ શોધન કરવું જોઈએ.

મૃત્યુલોક એ યજ્ઞની ભૂમિ છે.પૃથ્વીમૃત્યુલોકનો યજ્ઞકુંડ છે,મૃત્યુ-યજ્ઞ છે.કઠોપનિષદમાંનચિકેતાનેયજ્ઞવિદ્યાશીખવવામાં આવી.

જ્યાં યજ્ઞ હોય છે ત્યાં અગ્નિ હોવો જોઈએ.

જ્ઞાન એ અગ્નિ છે.સારા કર્મથી સુખ મળે,ખરાબ કર્મથી દુઃખ મળે.સારા કર્મ એ જવ છે,ખરાબ કર્મ એ તલ છે.જવ પીળા રંગના હોય,તલ કાળા રંગના હોય.ગુરુ પોતે જ યજ્ઞ,પોતે જ અગ્નિ,પોતે જ આહૂતિ અને ગુરુ સ્વયં મંત્ર છે,સ્વયં આચાર્ય છે.યજ્ઞ માટેનું ઘી એ સ્નેહ છે.પ્રાણ આહૂતિ છે.મૃત્યુંજય મંત્ર છે.આચાર્ય આપણો સદગુરુ અથવા તો બુદ્ધપુરુષછે.ઐશ્વર્ય એ યજ્ઞની વિભૂતિ-ભસ્મ છે.પોતાનું વ્યક્તિત્વ આપી દેવું એ યજ્ઞને અંતે થતી વસુધારા છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

TECNO દ્વારા તહેવારોની સિઝનમાં ₹19,999ની કિંમતે SPARK 50s 5G સાથે આક્રમક 5G ઓફર રજૂ

Spread the love 6500mAh બેટરી, મિલિટરી-ગ્રેડ મજબૂતી અને સ્માર્ટ AI ફીચર્સ – એવા સમયે જ્યારે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *