
અમદાવાદ, ગુજરાત | ૧૮ જૂન ૨૦૨૬ | છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવૂડનું સંગીત મુખ્યત્વે ડાન્સ રિમિક્સ, ક્લબ ટ્રેક્સ અને હાઈ-એનર્જી પ્રમોશનલ ગીતો સુધી સીમિત થઈ ગયું છે. આવી સ્થિતિમાં લગ્ન, તહેવારો અને ખુશીના પ્રસંગોમાં ગવાતા સરળ અને દિલને સ્પર્શતા ઉજવણીના ગીતો ધીમે-ધીમે ફિલ્મોમાંથી ગાયબ થતા ગયા. હવે ‘વેલકમ ટુ ધ જંગલ’નું નવું ગીત ‘દીવાના હૈં’ એ જ જૂના બોલીવૂડના ઉજવણીના માહોલને ફરી જીવંત બનાવવાનો પ્રયાસ કરે છે. ફિલ્મની વિશાળ સ્ટારકાસ્ટ પર ફિલ્માવવામાં આવેલા આ ગીતમાં બધા કલાકારો એકસાથે મસ્તી અને ઉજવણી કરતા જોવા મળે છે. રંગીન દ્રશ્યો, આનંદ અને સાથે મળીને ખુશીઓ ઉજવવાનો માહોલ જૂના બોલીવૂડના એવા ગીતોની યાદ અપાવે છે, જેમાં માત્ર ડાન્સ નહીં, પરંતુ એકતા અને ખુશીનો ઉત્સવ જોવા મળતો હતો.
ગીતના સંગીતકાર, ગીતકાર અને ગાયક આનંદ રાજ આનંદ કહે છે કે તેમનો હેતુ કોઈ ટ્રેન્ડને અનુસરવાનો નહોતો, પરંતુ એવું ગીત બનાવવાનું હતું જે લોકો પહેલી જ વાર સાંભળે અને દિલથી જોડાઈ જાય. તેઓ કહે છે, “જ્યારે મેં ‘દીવાના હૈં’ પર કામ શરૂ કર્યું ત્યારે મારા મનમાં કોઈ ટ્રેન્ડ નહોતો. હું એવું ગીત બનાવવા માગતો હતો જે સાંભળતા જ પોતાનું લાગે. લગ્ન હોય, તહેવાર હોય કે કોઈ પણ ખુશીની ક્ષણ – લોકો સાથે મળીને આ ગીત ગાઈ શકે. અમે પણ એવા ગીતો સાથે મોટા થયા છીએ જે લોકોને એકસાથે લાવે છે, અને હું એ જ લાગણી ફરી પાછી લાવવા માગતો હતો.”
આ ગીતને આનંદ રાજ આનંદ અને અમૃતા ફડણવીસએ અવાજ આપ્યો છે. સંગીત પ્રોડક્શન વિક્રમ નાગીનું છે અને અરેન્જમેન્ટ પ્રકાશ પીટર્સએ કર્યું છે. ગીતમાં લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જોરદાર પર્કશન અને કાશ્મીરી લોકસંગીતની ઝલક તેને ખાસ બનાવે છે. બાંસુરી નવીન કુમારએ વગાડી છે, જ્યારે લાઈવ રિધમ અને પર્કશન દીપેશ વર્મા, રત્નદીપ જામસાંડેकर, શિખર નાદ કુરૈશી અને વિજય જાધવએ સંભાળ્યું છે. ગીતની શરૂઆતમાં ફિયોની શાહનો મીઠો અવાજ સાંભળવા મળે છે. બેકિંગ વોકલ્સમાં કાવ્યા-કૃતિ, જુહી એમ, સાકેત બૈરોલિયા, સની શર્મા, આશુતોષ શર્મા, અભિષેક મુખર્જી, પલ્લવી રોય અને તાન્યા માથુરનો પણ સમાવેશ થાય છે. અમૃતા ફડણવીસ કહે છે, “‘દીવાના હૈં’ની સૌથી મોટી ખાસિયત તેની સરળતા અને ખુશીઓથી ભરેલી ઊર્જા છે.
આ ગીત સાંભળતા જ સ્મિત આવે છે, ગાવાનું મન થાય છે અને ઉજવણીનો ભાગ બનવાની ઈચ્છા થાય છે. આજકાલ આવા ગીતો બહુ ઓછા બને છે.” ફિલ્મમાં આ ગીત ક્લાઈમેક્સ પહેલાં જોવા મળશે. અત્યાર સુધી ‘વેલકમ ટુ ધ જંગલ’નું સમગ્ર પ્રમોશન જૂના સમયની મોટી કોમેડી ફિલ્મો અને નોસ્ટેલ્જિયા પર આધારિત રહ્યું છે. ‘દીવાના હૈં’ પણ એ જ વિચારને આગળ વધારે છે. સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ પાછળ દોડવાને બદલે, આ ગીત લોકોને સાથે લાવીને ખુશીઓ ઉજવવાની ભાવનાને ઉજાગર કરે છે. આજના સમયમાં જ્યારે ઘણા ગીતો પહેલા રીલ્સ માટે અને પછી શ્રોતાઓ માટે બનાવવામાં આવે છે, ત્યારે ‘દીવાના હૈં’ એવા જૂના બોલીવૂડના ઉજવણીના ગીતોની યાદ અપાવે છે, જે માત્ર ફિલ્મનો ભાગ નહોતા, પરંતુ લોકોના જીવનનો પણ એક હિસ્સો બની જતા હતા.
અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટાની, જેકલીન ફર્નાન્ડિઝ, અરશદ વારસી, જેકી શ્રોફ, પરેશ રાવલ, રવિના ટંડન, લારા દત્તા, ફરીદા જલાલ, જોની લીવર, શ્રેયસ તળપડે, તુષાર કપૂર, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, દલેર મહેંદી, આફતાબ શિવદાસાની, મુકેશ તિવારી, યશપાલ શર્મા, કિરણ કુમાર, જાકિર હુસૈન, વિંદુ દારા સિંહ, ઉર્વશી રૌતેલા, હેમંત પાંડે, બૃજેન્દ્ર કાલા, ફિરોઝ ખાન (અર્જુન), સ્વ. પંકજ ધીર, પુનીત ઇસ્સર, સુદેશ બેરી, જીતુ વર્મા, વૃહી કોડવારા, આદિત્ય સિંહ અને ભાગ્ય ભાનુશાલી જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ એ.એ. નડિયાદવાલા, કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને સ્ટાર સ્ટુડિયો18 દ્વારા સીતા ફિલ્મ્સ અને રાકેશ ડાંગના સહયોગથી રજૂ કરવામાં આવી રહી છે. બેસ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા રાકેશ ડાંગ, વેદાંત વિકાસ બાલી અને ફિરોઝ એ. નડિયાદવાલા છે. ‘વેલકમ ટુ ધ જંગલ’ 26 જૂન, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
== સમાપ્ત ==
Aajna Samachar