માઇક્રોસોફ્ટ અને લિંકડીન એ 2024 વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સ અનુસાર 92 ટકા ઇન્ડિયન નોલેજ વર્કર્સ વર્કપ્લેસમાં એઆઇ(AI)નો ઉપયોગ કરે છે

Spread the love

91 ટકા ઇન્ડિયન લિડર્સનું માનવું છે કે, સ્પર્ધામાં ટકી રહેવા માટે AI અપનાવું જરૂરી છે પરંતુ 54 ટકાને ચિંતા છે કે તેમની સંસ્થામાં AI યોજનાનો અભાવ છે

મુંબઈ, 16 મે, 2024:  માઈક્રોસોફ્ટ અને લિંકડીન એ આજે વર્કપ્લેસ પર એઆઇ (AI)ની સ્થિતિ પર 2024 વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સના ભારતના તારણો જાહેર કર્યા છે. આ રિપોર્ટનું શીર્ષક છે, “AI અહીં કામ કરી રહ્યું છે. હવે એક કઠીન સમય  ચાલું થાય છે” જે બતાવે છે કે કેવી રીતે માત્ર એક વર્ષમાં AI એ લોકોની કામ કરવાની રીત, નેતૃત્વ અને નોકરી કરવાની રીતને પ્રભાવિત કર્યું છે. આ રિપોર્ટમાં કર્મચારીઓની કાર્યસ્થળમાં AI સંકલન માટેની ખુબ ઈચ્છા તરફ ધ્યાન દોરે છે, જે કરિયરના વિકાસમાં આવનારા અવસરો અને વર્કના ફ્યૂચર અંગે  AI પાવર યુઝર્સના ઉદભવ માટેની તકો પણ દર્શાવે છે.

માઈક્રોસોફ્ટ અને લિંકડીન એ ચોથા વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સ માટે ફર્સ્ટ ટાઇમ  ભાગીદારી કરી છે જેથી AI કેવી રીતે કાર્યને આકાર આપી રહ્યું છે તેનો વ્યાપક દૃષ્ટિકોણ પ્રદાન કરી શકે. આ તારણો 31 દેશોમાં 31,000 લોકોના સર્વેક્ષણ, લિંકડીન પર લેબર અને ભરતીના વલણો, ટ્રિલિયન માઇક્રોસોફ્ટ 365 પ્રોડક્ટિવિટી સિંગ્લસ  અને ફોર્ચ્યુન 500 કસ્ટમર્સની  સાથે સંશોધન પર આધારિત છે.

રિપોર્ટમાં આગામી વર્ષમાં વર્ક, ટેલેન્ટ અને હિરિંગ(નોકરી) પર AIના પ્રભાવ વિશે પ્રત્યેક લિડર્સ અને  પ્રોફેશનલ્સને જાણવા માટે  ત્રણ ઇન્સાઇટ  અંગે વાત કરવામાં આવી છે.

1.કર્મચારીઓ વર્ક પ્લેસ પર  AI ઇચ્છે છેઅને કંપનીઓના આગળ વધવાની રાહ જોશે નહીં:

ભારતનું વર્કફોર્સ AI વિશે ખૂબ જ આશાવાદી છે. ભારતમાં 92 ટકા નોલેજ વર્કર્સ 75 ટકાના વૈશ્વિક આંકડાની સરખામણીએ કામના સ્થળ પર AIનો ઉપયોગ કરે છે,જે સમય બચાવવા, સર્જનાત્મકતા વધારવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે AIમાં કર્મચારીઓના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં 91 ટકા લિડર્સનું માનવું છે કે તેમની કંપનીઓને સ્પર્ધાત્મક રહેવા માટે AI અપનાવવાની જરૂર છે, પરંતુ 54 ટકા ચિંતા કરે છે કે તેમની સંસ્થામાં અમલીકરણ માટે યોજના અને દ્રષ્ટિનો અભાવ છે.

જ્યારે લિડર્સ વ્યક્તિગત ઉત્પાદકતાના લાભોને સંસ્થાકીય અસરમાં ફેરવવાનું દબાણ અનુભવે છે,ત્યારે કર્મચારીઓ લાભ મેળવવાની રાહ જોતા નથી : 72 ટકા ભારતીય AI યૂઝર્સ કામ કરવા માટે તેમના પોતાના AI સાધનો લાવી રહ્યા છે. ડેટા સ્પષ્ટ છે : લોકો કામના સ્થળ પર વધુ ઉત્પાદક અને સર્જનાત્મક બનવા માટે AI તરફ વળ્યા છે. દરેક લિડર્સ માટે આ વેગને ROIમાં ચેનલ કરવાની તક પ્રદાન કરે છે.

  1. કર્મચારીઓ માટે AI માનકમાં વધારો કરે છે અને કારકિર્દીની સીમાને આગળ વધારે છે :

એવી દુનિયામાં જ્યાં AI એ લિંકડીન જોબ પોસ્ટ્સમાં ઉલ્લેખ કર્યો છે તે પ્રતિસાદ દરમાં 17 ટકાનો ઉછાળો લાવે છે તે દ્વિ-માર્ગી રસ્તો છે: સંસ્થાઓ કે જે કર્મચારીઓને AI સાધનો અને તાલીમ સાથે સશક્ત બનાવે છે એ શ્રેષ્ઠ પ્રતિભાને આકર્ષિત કરશે અને AIમાં કૌશલ્ય મેળવનારા વ્યાવસાયિકોને પ્રોત્સાહન મળશે.

જ્યારે નિમણુંકની વાત આવે છે ત્યારે ઇન્ડિયન લિડર્સ માટે AI કૌશલ્યો હવે સર્વોચ્ચ પ્રાથમિકતા છે,  75 ટકાનું માનવું છે કે 66 ટકાની વૈશ્વિક સરેરાશથી વધુ AI કૌશલ્ય અંગે અભાવ ધરાવતા વ્યક્તિને નોકરી પર નહીં રાખવામાં આવે. રસપ્રદ વાત એ છે કે AI કૌશલ્યો અનુભવથી વધુ  છે ભારતમાં 80 ટકા લિડર્સ AI કૌશલ્ય વગર વધુ અનુભવી ઉમેદવારની તુલનામાં એઆઇ કૌશલ્યવાળા  ઓછા અનુભવી ઉમેદવારને નોકરીએ રાખવાનું પસંદ કરે છે.

ગયા વર્ષના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે LinkedIn સભ્યોમાં 142 ગણો વધારો થયો છે જેઓ તેમની પ્રોફાઇલમાં કોપાયલોટ અને ChatGPT જેવા AI કૌશલ્યો ઉમેરે છે અને બિન-તકનીકી વ્યાવસાયિકો તેમની AI યોગ્યતા વધારવા માટે LinkedIn લર્નિંગ અભ્યાસક્રમોનો ઉપયોગ કરતા 160% નો વધારો કરે છે.

  1. AI પાવર યુઝરનો ઉદયઅને તેઓ ભવિષ્ય વિશે શું જણાવે છે:

સંશોધનમાં ચાર પ્રકારના AI યૂઝર્સ  સામે આવ્યા  – જેઓ ભાગ્યે જ AIનો ઉપયોગ કરતા હોય તેવા સંશયવાદિઓથી માંડીને નવા અને શોધકર્તાઓ સાથે તેનો વ્યાપક ઉપયોગ કરતા યૂઝર્ને શક્તિ આપે છે. શંકાસ્પદ લોકોની સરખામણીમાં AI પાવર યુઝર્સે મૂળભૂત રીતે તેમના કામકાજના દિવસોનું પુનર્નિર્માણ કર્યું છે જેમાં 90 ટકા ભારતીય AI પાવર યૂઝર્સના પોતાના દિવસની શરૂઆત AI સાથે કરે છે અને 91 ટકા બીજા દિવસની તૈયારી માટે તેના પર આધાર રાખે છે. તેઓ ઉપયોગી પ્રોમ્પ્ટ અંગે સહકર્મીઓ પાસેથી માર્ગદર્શન મેળવવાની 37 ટકા વધુ અને AI સાથે પ્રયોગ કરે તેવી 47 ટકાથી વધુ શક્યતા છે.

વધુમાં AI પાવર યુઝર્સ અન્ય કર્મચારીઓની સરખામણીમાં ખાસ કરીને પ્રોમ્પ્ટ્સ અને રોલ-સ્પેસિફિક AI વપરાશ પર તાલીમ મેળવવાની લગભગ 20% વધુ શક્યતા ધરાવે છે. તેઓને જનરેટિવ AI પર CEO પાસેથી સંચાર પ્રાપ્ત થવાની શક્યતા 65% વધુ છે, કાર્ય અથવા વિભાગના લીડ તરફથી 34% વધુ અને તેમના મેનેજરના મેનેજર પાસેથી 44% વધુ સંભાવના છે.

આ અંગે વાત કરાત માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઈરિના ઘોસે  કહ્યું કે, વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સના ડેટા પરથી ખ્યાલ આવે છે કે, AI હવે વર્ક પ્લેસ પર એક વાસ્તવિકતા છે. ભારતમાં નોલેજ વર્કર્સની વચ્ચે એઆઇ અપનાવવાનો દર  92 ટકાની સાથે સૌથી વધુ છે. BFSI થી લઈને હેલ્થકેરથી લઈને ITES અને જાહેર ક્ષેત્રના તમામ ક્ષેત્રોમાં પ્રસારનો દર અમે જોઈ રહ્યા છીએ તે ખૂબ જ પ્રોત્સાહક છે. આ AI આશાવાદ સંસ્થાઓ માટે યોગ્ય સાધનો અને તાલીમમાં રોકાણ કરવા,કર્મચારીઓ માટે કાર્યક્ષમતાને અનલૉક કરવા અને આખરે લાંબા ગાળાના વ્યવસાયિક પ્રભાવને ચલાવવા માટે એક જબરદસ્ત અવસર પ્રદાન કરે છે.”

લિંકડીનમાં ટેલેન્ટ અને લર્નિંગ સોલ્યુશન્સના હેડ શ્રી રુચિ આનંદે જણાવ્યું હતું કે,”AI પ્રતિભાના લેન્ડસ્કેપને પુન:આકાર આપીને અને વ્યક્તિઓ અને સંસ્થાઓ બંનેને પરિવર્તનને સ્વીકારવા માટે કામની દુનિયામાં પરિવર્તન લાવી રહ્યું છે. AI કુશળતાની માંગમાં ગયા વર્ષ કરતાં નોંધપાત્ર 17 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સની લિંક્ડઈન ઈન્સાઈટ્સ અને તારણો અમે ભારતમાં પ્રોફેશનલ્સને તેમની પ્રોફેશનલ ટૂલકિટમાં AI કૌશલ્યો ઉમેરતા જોયા છે, કારણ કે એ લીડર્સને પ્રોત્સાહન આપવા માટે ટેકનોલોજી અને પ્રતિભા બંનેમાં વિચારશીલ રોકાણ દ્વારા તેમની સંસ્થાની AI ક્ષમતાઓ માટે મહત્વપૂર્ણ છે .”

વૈશ્વિક સ્તરે છેલ્લા છ મહિનામાં કામ પર જનરેટિવ AIનો ઉપયોગ લગભગ બમણો થયો છે. લિંકડીન પોતાની પ્રોફાઇલમાં AI કૌશલ્યો ઉમેરતા વ્યાવસાયિકોમાં નોંધપાત્ર વધારો જોઈ રહ્યું છે. જો કે ભારતમાં દરેક બીજા લિડર્સ ચિંતિત છે કે તેમની કંપનીમાં AI વિઝનનો અભાવ છે અને કર્મચારીઓ તેમના પોતાના AI ટૂલ્સને કામ કરવા માટે લાવતા લિડર્સ કોઈપણ તકનીકી વિક્ષેપના મુશ્કેલ ભાગમાં પહોંચી ગયા છે : એક્સપિરિમેન્ટ્સથી ટેંગિબન બિઝનેસ અસર તરફ આગળ વધવું.

રિપોર્ટમાં માઇક્રોસોફ્ટ એ લોકોને AI સાથે પ્રારંભ કરવામાં મદદ કરવા માટે માઇક્રોસોફ્ટ  365 માટે કોપાયલોટમાં નવી ક્ષમતાઓની જાહેરાત કરી હતી અને લિંકડીન એ 50થી વધુ લર્નિંગ કોર્સની જાહેરાત કરી હતી જે તમામ સ્તરે વ્યાવસાયિકોને AI એપ્ટિટ્યુડને આગળ વધારવા માટે સશક્ત બનાવવા માટે મફત બનાવવામાં આવે છે.

  • Microsoft 365 માટે કોપાયલટ ( Copilot)માં રજૂ કરાયેલી કેટલીક નવી ક્ષમતાઓમાં આનો સમાવેશ થાય છે : કોપાયલોટ ફોલો અપ પ્રોમ્પ્ટ્સ સૂચવીને અથવા શક્ય તેટલો શ્રેષ્ઠ પ્રતિસાદ આપવા માટે સ્પષ્ટતા પ્રશ્નો પૂછીને વધુ વાતચીત કરશે.
  • કોપાયલટ માં એક નવું ચેટ ઈન્ટરફેસ “તમે મંગળવારની સેલ્સ મીટિંગ ચૂકી ગયા છો” જેવી તાજેતરની પ્રવૃત્તિના આધારે સમયસર ભલામણો પ્રદાન કરશે. અહીં એક ઝડપી સારાંશ છે” અથવા ફોલો-અપ માટે મહત્વપૂર્ણ ઈમેલને ફ્લેગ કરવું.
  • કોપાયલોટમાં પ્રોમ્પ્ટ બોક્સમાં હવે ઓટો સંપૂર્ણ અનુભવ હશે જે વપરાશકર્તાઓને તેમના પ્રોમ્પ્ટ્સથી વધુ સારા પરિણામો મેળવવાની મંજૂરી આપે છે. જો તમે પહેલાથી જ પ્રોમ્પ્ટ લખી દીધું હોય તો નવી રીરાઈટ ફીચર મૂળભૂત પ્રોમ્પ્ટ્સને તમારી વર્ક મીટિંગ્સ, ડોક્યુમેન્ટ્સ અને ઈમેલ્સમાં આધારીત રિચમાં ફેરવી દેશે.
  • કોપાયલોટ લેબના અપડેટ્સ કર્મચારીઓને તેમની ટીમને અનુરૂપ એક્સપ્રેસ પ્રોમ્પ્ટ બનાવવા, પ્રકાશિત કરવા અને મેનેજ કરવાની મંજૂરી આપશે.

8 જુલાઈ લિંક્ડીન ઑફર્સના માધ્મયથી નિશુલ્ક  ઉપલબ્ધ 50 નવા AI લર્નિંગ અભ્યાસક્રમો ઉપરાંત:

  • AI-સંચાલિત કોચિંગ સાથે પર્સનલાઇઝ કન્ટેન્ટ અને કન્વર્ઝેશનલ એજ્યુકેશન.
  • AI-સંચાલિત વ્યક્તિગત ટેકવેઝ લિંકડીન ફિડ પર આંતરદૃષ્ટિ, વિચારો અને ક્રિયાઓ ઓફર કરે છે.
  • AI-સંચાલિત ટૂલ્સ અનુભવ અને કૌશલ્યોના મેળ પર આધારિત ભૂમિકા માટે યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે, સાથે કૌશલ્ય નિર્માણ માટેના સૂચનો અને કેવી રીતે અલગ રહેવું એ અંગેના સૂચનો આપવામાં આવે છે.

વધુ વિગતો અને માહિત મેળવવા માટે ઓફિશિયલ  Microsoft બ્લોગ 2024 વર્ક ટ્રેન્ડ ઇન્ડેક્સ રિપોર્ટની મુલાકાત લો અને કંપનીના ચીફ ઇકોનોમિક્સ કારિન કિમબ્રો પાસેથી વધુ વિગતો મેળવવા માટે LinkedIn પર સંપર્ક કરો.

 


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *