હીરો મોટોકોર્પે ભારતના આત્મ-નિર્ભર ગતિશીલતા ભવિષ્યને શક્તિ આપવા માટે તેની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ મોટરસાઈકલનું અનાવરણ કર્યું

Spread the love

ફ્લેક્સ ફ્યુઅલ રેડી સ્પ્લેન્ડર+ અને એચએફ ડીલક્સ લોન્ચ કરી

નવી દિલ્હી | ૦૩ જૂન ૨૦૨૬ | સસ્ટેનેબલ ઈનોવેશન પ્રેરિત કરતાં મોટરસાઈકલ અને સ્કૂટર્સની દુનિયામાં સૌથી મોટીઉત્પાદક હીરો મોટોકોર્પે આજે તેનાં પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ વાહનો – આઇકોનિક સ્પ્લેન્ડર+ અને એચએફ ડીલક્સનું અનાવરણ કર્યું. આ લોન્ચ સાથેભારત 100 સીસી સેગમેન્ટમાં તેની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ મોટરસાઈકલનું પણ સ્વાગત કરે છે જે દેશના સ્વચ્છ, આત્મનિર્ભર અને ભવિષ્ય માટે તૈયાર ગતિશીલતા તરફના સંક્રમણમાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ છે. રોજિંદી મુસાફરી માટે રચાયેલીમોટરસાઈકલોની આ નવીન શ્રેણી E20થી E85 સુધીના ઇથેનોલ-મિશ્રિત ઇંધણ સાથે સંપૂર્ણપણે સુસંગત છે. નવી લાઇનઅપ ગ્રાહકોને વિશ્વસનીય કામગીરી અથવા માલિકીની કિફાયતી સરળતા સાથે સમાધાન કર્યા વિના ખૂબ જ વ્યવહારુ અને અનુકૂળ ગતિશીલતા ઉકેલ પ્રદાન કરે છે. દૈનિક મુસાફરીની કાર્બન અને પર્યાવરણીય ફૂટપ્રિંટને નોંધપાત્ર રીતે ઘટાડીનેઆ મોટરસાઈકલો 2030 સુધીમાં આર્થિક કાર્બન તીવ્રતા 45% ઘટાડવાના ભારતના રાષ્ટ્રીય ઉદ્દેશને સીધો ટેકો આપે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ પહેલાં આ મોટરસાઈકલોનું અનાવરણ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં માનનીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી (MoRTH) શ્રી નીતિન ગડકરી અને માનનીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી (MoPNG) શ્રી હરદીપ સિંહ પુરી અને હીરો મોટોકોર્પના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) શ્રી હર્ષવર્ધન ચિતળેની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

માનનીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી (MoRTH) શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, “ભારત વૈકલ્પિક ઇંધણ અને સ્વચ્છ ગતિશીલતા તકનિકોને અપનાવવામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. હીરો મોટોકોર્પ દ્વારા માસ સેગમેન્ટમાં ફ્લેક્સ ફ્યુઅલ મોટરસાઈકલોની રજૂઆત ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા, ઇથેનોલ અપનાવવાને ટેકો આપવા, ખેડૂતોનું સશક્તિકરણ કરવા અને આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝનને મજબૂત બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.”

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી (MoPNG) શ્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, “ભારત સ્વચ્છ અને સ્થાનિક રીતે ઉત્પાદિત ઇંધણ દ્વારા સંચાલિત ભવિષ્ય માટે તૈયાર ગતિશીલતા ઇકોસિસ્ટમનું નિર્માણ સતત કરી રહ્યું છે. હીરો મોટોકોર્પ દ્વારા ફ્લેક્સ ફ્યુઅલ વાહનોની રજૂઆત ઊર્જા સુરક્ષા વધારવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાની અમારી સફરમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આવી નવીનતાઓ ભારતની બાયોફ્યુઅલ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે. આપણા ખેડૂતો માટે વધુ મૂલ્ય પ્રદાન કરશે અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આત્મનિર્ભર અને ટકાઉ ઊર્જા ભવિષ્યના વિઝનને ટેકો આપશે.”

હીરો મોટોકોર્પના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) હર્ષવર્ધન ચિતળેએ જણાવ્યું હતું કે, “ફ્લેક્સ ફ્યુઅલ-રેડી સ્પ્લેન્ડર+ અને એચએફ ડિલક્સનું લોન્ચિંગ સ્વચ્છ અને ટકાઉ ગતિશીલતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. જયપુરમાં અમારા સેન્ટર ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી (સીઆઈટી) ખાતે વિકસાવવામાં આવેલીઆ મોટરસાઈકલો ભવિષ્ય માટે તૈયાર અને સ્થાનિક રીતે સંબંધિત ટેકનોલોજીઓ પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. મિનિમલ- ટુ- નો- ઈમ્પોર્ટ કન્ટેન્ટ સાથેઅમારી મોટરસાઈકલો ઉત્પાદનમાં ભારતની ડિઝરપ્ટિવ ક્ષમતાઓને મજબૂત રીતે પ્રતિબિંબિત કરે છે, જ્યારે ભારત સરકારના આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત અને લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાના વિઝનને મજબૂત બનાવે છે.”

E20થી E85 સુધીનાં ઇથેનોલ મિશ્રણો સાથે સુસંગત, ફ્લેક્સ ફ્યુઅલ પોર્ટફોલિયો જુલાઈ 2026માં દિલ્હી અને મહારાષ્ટ્રના પસંદગીના પ્રદેશોમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ટૂંક સમયમાં દેશવ્યાપી રોલઆઉટ થશે. એચએફ ડિલક્સ ફ્લેક્સ ફ્યુઅલની કિંમત INR 72,792 (એક્સ-શોરૂમ દિલ્હી) હશે, જ્યારે સ્પ્લેન્ડર+ ફ્લેક્સ ફ્યુઅલની કિંમત INR 82,710 (એક્સ-શોરૂમ દિલ્હી) હશે.

પ્રોડક્ટ સ્પેસિફિકેશન્સ:

સ્પ્લેન્ડર+ ફ્લેક્સ ફ્યુઅલ

નવું સ્પ્લેન્ડર+ ફ્લેક્સ ફ્યુઅલ 97.2cc એન્જિનથી સજ્જ છે જે E85 ફ્યુઅલ સાથે 6.3 kW @ 8000 rpm પાવર આઉટપુટ અને 6000 rpm પર 8.3 Nm ટોર્ક પ્રદાન કરે છે, જે બેઝ મોડેલ કરતાં વધુ સારી કામગીરી પ્રદાન કરે છે.

મુખ્ય વિશેષતાઓમાં સામેલ છે:

  • E20 થી E85 સુધી ફ્લેક્સ ફ્યુઅલ સુસંગતતા
  • હીરોની પેટન્ટ કરાયેલીi3S આઇડલ-સ્ટોપ-સ્ટાર્ટ ટેકનોલોજી
  • નવું ડિજી-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
  • સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ-ઓફફ
  • ટ્યુબલેસ ટાયર
  • ફ્લેક્સ ફ્યુઅલ ક્ષમતા માટે સુધારેલા ECU અને અપગ્રેડેડ ફ્યુઅલ સિસ્ટમ ઘટકો
  • લાઈમ યલો ગ્રાફિક્સ સાથે ન્યૂ બ્લેક

એચએફ ડિલક્સ ફ્લેક ફ્યુઅલ

એચએફ ડિલક્સ ફ્લેક્સ ફ્યુઅલ 97.2cc એન્જિન દ્વારા સંચાલિત છે જે E85 ફ્યુઅલ સાથે 6.3 kW @ 8000 rpm અને 8.3 Nm @ 6000 rpm ઉત્પન્ન કરે છે.

મુખ્ય વિશેષતાઓમાં સામેલ છે:

  • E20 થી E85 સુધી ફ્લેક્સ ફ્યુઅલ સુસંગતતા
  • નવું ડિજી-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
  • સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ-ઓફફ
  • ટ્યુબલેસ ટાયર
  • ફ્લેક્સ ફ્યુઅલ ક્ષમતા માટે સુધારેલા ECU અને અપગ્રેડેડ ફ્યુઅલ સિસ્ટમ ઘટકો
  • લાઈમ યલો ગ્રાફિક્સ સાથે ન્યૂ બ્લેક.

== સમાપ્ત ==


Spread the love

Check Also

Ai+ Smartphone એ મે 2026માં 3 લાખ યુનિટ્સ અને ₹350 કરોડથી વધુ આવક હાંસલ કરી

Spread the love નવી દિલ્હી, ભારત | ૦૩ જૂન ૨૦૨૬ | Ai+ Smartphone એ આજે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *