ગુજરાતમાં 7 મે ‘ગૌ સમ્માન દિવસ’: 268 તાલુકાઓમાં પ્રાર્થના પત્ર અભિયાન, કેન્દ્રીય કાનૂનની ઉઠી માંગ

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૦૫ મે ૨૦૨૬ | શ્રી સુરભી શક્તિપીઠ ગાંધીનગર માં બેઠક તારીખ 05 મે 2026 ના યોજાઈ  સમસ્ત વિશ્વનું કલ્યાણ કરનારી ભગવતી ગોમાતાની સેવા,સુરક્ષા અને સન્માન માટે નંદીબાબાની અધ્યક્ષતા અને ગૌમાતાના પ્રધાન સંરક્ષણમાં પૂજ્ય સંતોના સાનિધ્યમાં ચાલતા, ગૌ સમ્માન આહ્વાન અભિયાનના પ્રથમ તબક્કામાં સમગ્ર ભારત વર્ષમાં આગામી 27 એપ્રિલ 2026ના રોજ _ગો સન્માન દિવસ_ તરીકે મનાવવામાં આવ્યો.

ગુજરાતમાં મતદાન હોવાને કારણે પૂજ્ય સંતોએ સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં 7 મે 2026ના રોજ *ગૌ સમ્માન દિવસ* તરીકે મનાવીને ગુજરાતના 34 જિલ્લાની તમામ 268 તાલુકામાં ભગવતી ગૌમાતાની સેવા, સુરક્ષા અને સન્માન માટે ભારતના ગૌસેવક યશસ્વી પ્રધાનમંત્રીને ભગવદ સંકીર્તન કરી તમામ તાલુકા અધિકારીને પ્રધાનમંત્રીના નામ પ્રાર્થના પત્ર આપવામાં આવશે. અભિયાન સાથે જોડાયેલા સંતોએ જાણકારી આપી કે આ રાષ્ટ્રવ્યાપી જનજાગરણ અભિયાનમાં ભારતની તમામ મુખ્ય ગૌસેવા સંસ્થાઓ, ગૌશાળાઓના પ્રતિનિધિઓ, સામાજિક અને ધાર્મિક સંગઠનો અને સમાજસેવી સક્રિય રૂપમાં ભાગ લઈ રહ્યા છે. ભારતની 5 હજારથી વધુ તહેસીલોના તમામ ગામ, શહેરમાં સંવૈધાનિક પ્રક્રિયાના માધ્યમથી જનજાગરણ કાર્યક્રમોનું આગઠન કરવામાં આવ્યું હતુ.

સન્મેલનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે ‘ગૌમાતા ભારત ભાગ્ય વિધાતા અભિયાન’ સંપૂર્ણ રૂપથી અરાજકીય, અહિંસક અને નિષ્કામ સ્વરૂપમાં ચલાવવામાં આવશે. આ કોઈ સંસ્થા, સંગઠન કે રાજકીય દળના બેનર તળે નહિ, પરંતુ ગૌમાતા અને નંદી મહારાજના સાનિધ્યમાં ચલાવવામાં ચલાવવામાં આવશે. અભિયાનનો ઉદ્દેશ્ય ગૌમાતાને રાષ્ટ્રમાતાનો સમ્માન અપાવવો, ગૌહત્યા પર પૂર્ણ પ્રતિબંધ સુનિશ્ચિત કરવું અને ગો આધારિત સંસ્કૃતિના સંરક્ષણ માટે ઠોસ સરકારી નીતિઓનું નિર્માણ કરાવવું છે. સંતો અને ગૌસેવકોએ સરકાર પાસે ગૌ રક્ષા માટે કેન્દ્રીય કાનૂન બનાવવા, ગૌહત્યા અને ગોતસ્કરી સાથે જોડાયેલા અપરાધીઓ માટે કડક દંડનો પ્રાવધાન કરવા, જપ્ત વાહનોને ગૌશાળાઓના ઉપયોગમાં આપવા, ગોબર અને ગોમૂત્ર આધારિત સંશોધન વિશ્વવિદ્યાલયોની સ્થાપના, પંચગવ્ય ઔષધિઓનું આયુર્વેદિક ચિકિત્સાલયોમાં નિઃશુલ્ક વિતરણ અને સરકારી ભવનોનમાં ગોબર પેંટ અને ગૌનાઈલના ઉપયોગને વધારવા માટેની માંગ કરી. સાથે જ ગૌશાળાઓને મનરેગા યોજના સાથે જોડવા, વીજળી બીલમાં રિયાયત આપવા અને નિરાશ્રિત ગોવંશ માટે ચારાની સમુચિત વ્યવસ્થા કરવાની જરૂરિયાત જતાવી. જમીનની ખોટના કારણે ગૌશાળાઓને થયેલ નુકશાનની ભરપાઈ માટે નીતિ બનાવવા, ગૌશાળાઓને સરકારી અનુદાનમાં વધારો કરવા, ગૌશાળાઓને સરકારી ભૂમિ લિઝ પર આપવા, ગૌશાળાઓને રાજ્ય GSTમાંથી મુક્તિ આપવા, ગૌશાળાઓને સોલર પ્લાન્ટ માટે સબસિડી આપવા, ગૌશાળાઓને સરકારી ખરીદી પોલિસીમાં લેવા, ગૌશાળાઓને રાજ્ય સરકાર દ્વારા વીજળી બિલમાં 100% રિયાયત આપવા, ગૌશાળાઓને પાણીના બિલમાં 100% રિયાયત આપવા, ગૌશાળાઓને સરકારી સહાયમાં વધારો કરવા, ગૌશાળાઓને સરકારી ભૂમિ લીઝ પર આપવા, ગૌશાળાઓને રાજ્ય GSTમાંથી મુક્તિ આપવા, ગૌશાળાઓને સોલર પ્લાન્ટ માટે સબસિડી આપવા, ગૌશાળાઓને સરકારી ખરીદી પોલિસીમાં લેવા, ગૌશાળાઓને પાણીના બિલમાં 100% રિયાયત આપવા, ગૌશાળાઓને સરકારી સહાયમાં વધારો કરવા, આવી અલગ અલગ પ્રાર્થના કરવામાં આવી.

ભારત વર્ષમાં 27 એપ્રિલના દિવસે પાંચ કરોડથી વધારે હસ્તાક્ષર કરી અને માનનીય રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી ને હસ્તાક્ષર કરી અને સુપ્રીત કરવામાં આવ્યા. આગામી તારીખ 7 મે 2026 ના દિવસે સંપૂર્ણ ગુજરાતમાંથી એક કરોડથી વધારે હસ્તાક્ષર કરીને સુપ્રીત કરવામાં આવશે.  જ્યાં સુધી ગૌમાતાને સન્માન નહીં મળે અને ભારત વર્ષની અંદર થતી રહેશે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે.


Spread the love

Check Also

ભારત અને કેનેડામાં એઆઈ-સંચાલિત બ્રાન્ડ માર્કેટિંગ અને ઇવેન્ટ ટેકનોલોજીને આગળ વધારવા માટે ભારતક્લાઉડ અને આઈબેન્ટોસ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

Spread the love નવી દિલ્હી | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની સાર્વભૌમ એઆઈ ક્લાઉડ સેવા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *