
અમદાવાદ, ગુજરાત | ૨૮ એપ્રિલ ૨૦૨૬ — વર્લ્ડ સેફ્ટી ડેના અવસરે અમદાવાદ સ્થિત સ્વરા ગ્રુપ દ્વારા એક મહત્વપૂર્ણ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણી અંતર્ગત સ્વરા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન કાર્તિક સોની દ્વારા “ધ સ્ટ્રોંગેસ્ટ ફાઉન્ડેશન્સ આર બિલ્ટ ઓન સેફટી ” વિષય પર સ્વરા સકલ સાઇટ પર કાર્યરત કામદારોને સાઇટ પર સેફ્ટીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સાઇટ પર કામ કરતા કામદારોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને અકસ્માતોને ટાળવા માટે જરૂરી પગલાં સમજાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન કાર્તિક સોનીએ કામદારોને હેલ્મેટ, સેફ્ટી શૂઝ, ગ્લોવ્સ અને અન્ય પ્રોટેક્ટિવ ગિયર્સનો યોગ્ય ઉપયોગ કરવાની અગત્યતા સમજાવી હતી. તેમણે ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ પર થતા સામાન્ય અકસ્માતોના કારણો અને તેને અટકાવવાના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે, “સુરક્ષા માત્ર નિયમ નથી, પરંતુ દરેક કામદારની જવાબદારી છે. જ્યારે આપણે સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપીએ છીએ, ત્યારે જ મજબૂત અને ટકાઉ નિર્માણ શક્ય બને છે.” કાર્યક્રમમાં કામદારોને પ્રેક્ટિકલ ડેમો દ્વારા સલામતીના નિયમો સમજાવવામાં આવ્યા હતા જેથી તેઓ રોજિંદા કામકાજમાં તેને સરળતાથી અમલમાં મૂકી શકે.
આ ઉપરાંત, કામદારોને ઇમરજન્સી પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો, ફર્સ્ટ એઇડનો ઉપયોગ કેવી રીતે કરવો અને જોખમી પરિસ્થિતિઓને ઓળખવાની રીતો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે કામદારોમાં સુરક્ષા અંગે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેઓએ રોજિંદા કામમાં સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્વરા ગ્રુપ દ્વારા આવનારા સમયમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે, જેથી કામદારોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
Aajna Samachar