ફોર્ચ્યુન હોટલ્સ એ ગુજરાતમાં પોતાનું વિસ્તરણ ચાલું રાખ્યું

Spread the love

ફોર્ચ્યુન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરની સાથે રાજ્યમાં પોતાની 9મી પ્રોપર્ટી લોન્ચ કરી

એકતા નગર, 10 મે 2024: ITCs હોટેલ ગ્રૂપના મેમ્બર્સ  ફોર્ચ્યુન હોટેલ્સે ફોર્ચ્યુન સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતા નગરના લોન્ચની જાહેરાત કરી છે, જે નર્મદા નદીના મનોહર દૃશ્યોની સાથે ગુજરાતના નવીનતમ આકર્ષણની નજીક કમ્ફર્ટ અને હોસ્પિટલિટી પ્રદાન કરશે.

એકતા નગર રેલ્વે સ્ટેશનથી થોડી જ મિનિટના અંતર પર સ્થિત આ 144 રૂમવાળી શાકાહારી હોટેલ પ્રવાસીઓ માટે ઉત્તમ આતિથ્ય આપવા માટે કટિબદ્ધ છે. મોટાભાગના રૂમોમાંથી શાંત નદીના દ્રશ્યોની સાથે ફોર્ચ્યુન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરમાં પણ લીલાછમ લૉન તેમજ પ્રવસીઓ માટે વિશાળ માત્રામાં  જગ્યા છે.

હોટેલમાં મહેમાનોના અનુભવને વધારવા માટે ઘણી સુવિધાઓ આપવમાં આવી રહી છે. પછી ભલે આ પ્રીમિયમ રૂમ સુવિધાઓની વિશાળ રેન્જ હોય 24 કલાકની રૂમ સેવાનો વિકલ્પ તેમજ મધ્યરાત્રિનું  ભોજન અથવા હાઇ સ્પીડ મફત વાઇ-ફાઇ જે તમને તમારી મનપસંદ વેબ-સિરીઝને સ્ટ્રીમ કરવા દે છે.  આ ઉપરાંત મહેમાનો રેઈન્બો રેસ્ટોરન્ટમાં શાકાહારી ભોજનનો આનંદ લઈ શકે છે, જ્યાં સાત પ્રેરિત રાંધણકળામાંથી શાકાહારી વાનગીઓ તમારી રાહ જોશે જેથી દરેક ભોજન સ્વાદ અને યાદોનો ભંડાર બની જાય.

ફોર્ચ્યુન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર એ દરેક સમારોહ તેમજ કોર્પોરેટ ઈવેન્ટ્સ માટે મોસ્ટ ફેવરેબલ ડેસ્ટિનેશન બનશે. આ હોટેલ ટૂંક સમયમાં મેરેજ, બર્થ ડે સેલિબ્રેશ, મીટિંગો, પ્રસ્તુતિઓ અને વિચાર-વિમર્શ સેશન યોજવા માટે આદર્શ મલ્ટીપલ ભોજન સમારંભ સુવિધાઓ પ્રદાન કરશે. ફોર્ચ્યુનની સમર્પિત ટીમ ખાતરી કરશે કે દરેક ઇવેન્ટ એકીકૃત રીતે ચલાવવામાં આવે છે, જે મહેમાનો અને પ્રતિભાગીઓ પર કાયમી છાપ છોડી શકે.

SOU વિસ્તારમાં નર્મદા મહા આરતી ઘાટ, વેલી ઑફ ફ્લાવર્સ (ભારત વાન), કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન ધ ગ્લો પાર્ક અને અન્ય ઘણા આકર્ષણોની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત છે.  એકતા નગર પ્રવાસીઓને અસંખ્ય એક્ટિવિટીનો એક્સપિરિયન્સ કરવા માટેનું આદર્શ સ્થાન છે.

આ લોંચ અવસરે ફોર્ચ્યુન હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર સમીર એમસીએ જણાવ્યું હતું કે, “અમે એકતા નગરમાં પ્રવેશ કરતાની સાથે જ અમે આ ક્ષેત્રમાં વિકાસ તેમજ રોમાંચક અવસરનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે તૈયાર છીએ.  સરકારના સમર્થન અને શહેરોના માળખાગત માળખામાં વધારો થવાથી અમને આ ગંતવ્ય ઑફર કરે છે. એટલું જ નહિ આ વિસ્તરણ અને વ્યવસાયની સંભાવનાઓ અંગે વિશ્વાસ છે.  ભારતના ટુરિઝમ  રડાર પર આ ઉભરતા હોટસ્પોટની શોધખોળ કરવા આતુર પ્રવાસીઓ માટે અમારી મૂલ્ય કેન્દ્રિત ઓફરો ઉપરાંત તમામ શાકાહારી હોટેલ લાવવા માટે અમે ઉત્સાહિત છીએ.

ઔપચારિક  રૂપથી કેવડિયાના નામથી જાણીતું એકતા નગર પોતાની વાઇબ્રન્ટ એનર્જીથી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટેનો એક મહાનગરમાં પરિવર્તિત થયું છે. પ્રવાસીઓ પાસે એક્સપ્લોર કરવા માટે વિપુલ પ્રમાણમાં જોવાલાયક સ્થળો છે, જેમાં ભારતના સૌથી મોટા જીઓડેસિક ડોમનું બિરુદ મેળવતા વિશ્વના દરેક ખૂણેથી વનસ્પતિ પ્રદર્શિત કરતું વનસ્પતિશાસ્ત્રી સ્વર્ગનો પણ સમાવેશ થાય છે. વધુમાં નદીના કિનારે આવેલી વેલી ઓફ ફ્લાવર પોતાના કુદરતી આકર્ષણથી મુલાકાતીઓને મોહિત કરે છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) એ ગુજરાતની ધરોહરનો એક મહત્વપૂર્ણ ભાગ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ વિરાસતને વિસ્તારના રૂપમાં  ફોર્ચ્યુન હોટેલ્સ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને શ્રેષ્ઠતા પ્રત્યે પ્રતિબદ્ધતાનું  પ્રમાણપત્ર છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: યુવા સ્કેટર્સે સ્પર્ધાના ચોથા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું

Spread the loveઅમદાવાદ 23 નવેમ્બર 2024: શનિવારે SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદના ચોથા દિવસે સ્કેટિંગમાં ગ્લોબલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *