અજ્ઞાનતા મન રૂપી અરીસાને ઢાંકે છે.

Spread the love

જગતભરનાં તમામ સદગુણોરામમાં છે એટલે અમે રામકથાનેગાઈએ છીએ.

અત્યારે મનને સારું કરવા માટે કથા જેવું કોઈ માધ્યમ નથી અને કથા શ્રવણ કરવા જેવું કોઈ સાધન નથી.

શ્રેય અને પ્રેય,આલોક અને પરલોક આ બંને રાખે એ બેરખો છે.

વ્યક્તિગત આવકનાં સંદર્ભમાં દુનિયાનાંરીચેસ્ટ ગામ ગણાતા માધાપરની ઐતિહાસિક ધરા પર ચાલતી રામકથાનાં ત્રીજા દિવસે સાધના અને સાધન બંનેથી સંપન્ન ધરાને પ્રણામ કરીને મુકુર શબ્દની ઓર પરિભાષા સમજાવતા કહ્યું કે ક્યારેક દર્પણ,ક્યારેક હૃદય,ક્યારેક ચહેરાને દર્પણ કીધું એમ એક દર્પણ એટલે હાથ કંકણ.

મનને મૃગ પણ કહેવાયું છે એટલે તો લખ્યું છે: મનરૂપીમૃગલાને મારો મામદશા…

સ્મૃતિકારો મનને ભવસાગરની માછલી પણ કહે છે મનમર્કટ છે,મન મયુર છે એમ મન મદોન્મત હાથી પણ છે.મનના અનેક રૂપ છે.

મનુ એટલે મન અને શતરૂપા એ બુદ્ધિ છે. બુદ્ધિના અનેક રૂપ,બુદ્ધિ અનેક રૂપ ધારણ કરે છે. ચૈતન્ય જડને આધીન છે,પુરુષ નારીને અને પ્રકૃતિને આધીન છે.

અહીં જે પંક્તિ લીધી એમાં ‘કાઈ’ શબ્દ, કાઈ’ એટલે દબાયેલું,છુપાયેલું,આવૃત થયેલું જેની ઉપર આવરણ આવી ગયું છે એવું.

ક્યારેક ગરમ પાણીને કારણે કાચ ઉપર આવરણ આવી જાય છે.ક્યારેકસરોવરમાં લીલ જામી જાય અને જળ દેખાતું બંધ થઈ જાય છે.

આવા નવ પ્રકારની કાઇ મનને ઢાંકી દે છે.એક પંક્તિમાં ચાર કાઇ વિશે કહ્યું છે.પહેલુંછે:અજ્ઞાનતા. અજ્ઞાનતા મન રૂપી અરીસાને ઢાંકે છે.નહીંતરઇન્દ્રિયોમાં મન હું છું એવું ગીતાજીમાં કૃષ્ણ કહે છે.

જગતભરના તમામ સદગુણોરામમાંછે.શિવ અને કૃષ્ણમાં છે,હનુમાનમાં છે,જગદંબામાં છે એટલે અમે રામકથાનેગાઈએ છીએ.

જાણવા છતાં ન માનીએ એ મોટામાં મોટી અજ્ઞાનતા છે.અત્યારે મનને સારું કરવા માટે કથા જેવું કોઈ માધ્યમ નથી અને કથા શ્રવણ કરવા જેવું કોઈ સાધન નથી.એ જ રીતે બીજું આવરણ અકોવિદ. કોવિદ એટલે પંડિત અને અકોવિદ એટલે મૂર્ખતા. ઘણી વખત મૂર્ખતા મનના દર્પણને ઢાંકે છે.આ બધામાંથી બહાર નીકળવાપરમનું સંકીર્તન કરવું પડશે.પછી આવે છે અંધાપો.અનેક પ્રકારનો અંધાપો મોહાંધ,કામાંધ,દેખવા છતાં પણ અનદેખુંકરવુ એવા અંધાપાઓ છે.

બાપુએ કહ્યું કે શ્રેય અને પ્રેય,આલોક અને પરલોક આ બંને રાખે એ બેરખો છે.

એ જ રીતે અભાગ પણ મન રૂપી મુકુરનેલાગેલો મેલ છે.આ ચાર ઉપરાંત વિષય એટલે કે શબ્દ,સ્પર્શ,રસ રૂપ અને ગંધ.શબ્દ એ વિચાર સાથે,રસ એ જીભ સાથે,સ્પર્શ એ કાયા સાથે એ જ રીતે આંખ સાથે શરીર સાથે જોડાયેલા આ કુલ નવ મેલ મન રૂપી મુકુરને ઢાંકે છે.

અહીં ‘હનુમંત નાટક’માંથી એક પ્રસંગનું પણ નિરૂપણ કરીને રામકથાનાં પ્રવાહમાં શિવચરિત્રનું ગાન-જ્યાં ચારેય વિવિધ ઘાટ પર કથા ચાલુ થાય છે ત્યારે યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજનાં સંવાદમાં રામ તત્વ વિશે કર્મના ઘાટ પર પ્રશ્ન પુછાયછે.રામકથાની પહેલા સેતુ બાંધવા માટે શિવ કથાથી કથાનો આરંભ થાય છે શિવ અને સતી કુંભજનાં આશ્રમમાં કથા સાંભળવા જાય છે.સતીને સંશય થાય છે,રસ્તામાં એ ત્રેતા યુગની રામલીલા ચાલે છે.સતી રામની પરીક્ષા કરે છે, નિષ્ફળ જાય છે અને કૈલાશ પર શિવ મનોમન પ્રતિજ્ઞા કરીને બેસી જાય છે.

Box

ટીકાકારો એકાદ-બે વસ્તુઓ પકડીને મનુસ્મૃતિની સતત આલોચના જ કરે છે.

મનુસ્મૃતિ નામનો ગ્રંથ લખાયો પણ ઘણા એના તરફ બાયસ રાખીને એની આલોચના કરવા માટે કોઈ એક બે વસ્તુઓ પકડી અને સતત એના વિશે ટીકા કરે છે,એની દયા પણ આવે છે.

મનુ મહારાજ કહે છે કે ચાર જગ્યાએ રહેવું નહીં:

જે ગામમાં જ્યાં ધર્મ ન હોય ત્યાં ન રહેવું.એટલે કે સનાતન ધર્મનું કોઈ સન્માન ન હોય ત્યાં રહેવું નહીં. જ્યાં સંક્રામક-ચેપી રોગ લાગુ પડયો હોય ત્યાંથી નીકળી જવું.યાત્રા ક્યારેય એકલાએ ન કરવી અને પર્વત પર વધારે રોકાવું નહીં.


Spread the love

Check Also

EEPC ઇન્ડિયાએ અમદાવાદમાં ફાર્મા મશીનરી પર ઇન્ડસ્ટ્રી અવેરનેસ સેશનનું આયોજન કર્યું

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના માર્ગદર્શન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *