દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે કિડ્સ બલૂન કાર્નિવલનું થયું આયોજન, અંડર પ્રિવિલેજ બાળકોએ 50 હજાર જેટલા બલૂનથી અવનવા ઈન્સ્ટોલેશન કર્યા

Spread the love

2થી 9 વર્ષના બાળકો માટે બલૂનવાલા અને H3 પ્રી-સ્કૂલ દ્વારા ફ્રી ફોર રજીસ્ટ્રેશનનું આયોજન કરાયું હતું, 700 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન

ગુજરાત, અમદાવાદ 2024: અમદાવાદ શહેરમાં શનિવારનો દિવસ બાળકો માટે યાદગાર સંભારણું બન્યો હતો. બલૂનવાલા અને (H3) એચ.થ્રી. પ્રી-સ્કૂલ દ્વારા શ્યામલ કેમ્પસ ખાતે કિડ્સ બલૂન લા..લા.. નામથી બલૂન કાર્નિવલનું અદભૂત આયોજન કરવામાં આવ્યું હતું. સેટેલાઇટ વિસ્તારનું આ સૌથી મોટું પ્રી-સ્કૂલ કેમ્પસ છે. સ્કૂલના વિશાળ ડોમમાં આ આયોજન કરાયું હતું. કાર્નિવલના ઉદઘાટન દરમિયાન (H3) એચ.થ્રી. પ્રી-સ્કૂલના સીઓઓ રીંકુ વ્યાસ તથા (H3) એચ.થ્રી. પ્રી-સ્કૂલ શ્યામલ અમદાવાદ કેમ્પસના ડિરેક્ટર પ્રીતિ અગ્રવાલ તથા ઓનર દર્શિલ ગુપ્તા તથા બલૂનવાલાના ફાઉન્ડર મિલન બોચીવાલ તથા બલૂનવાલા કો-ફાઉન્ડર મેઘા સિકચી સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી મહત્વની વાત એ છે કે, બલૂનવાલા સોશિયલ આંત્રપ્રિન્યોર અંતર્ગત ટ્રેનિંગ લઈ રહેલા 30 જેટલા અંડર પ્રિવિલેજ બાળકોએ અંદાજે 50 હજાર જેટલા બલૂનનો ઉપયોગ કરીને બલૂનના અવનવા ઈન્સ્ટોલેશન બનાવ્યા હતા. જેમાં ખાસ કરીને કાર્નિવલમાં સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર 30 ફૂટ બલૂન વૉલ, બાળકોની બલૂન પરેડ રહી હતી આ ઉપરાંત બલૂન ફોટો બૂથ, 10થી 12 પ્રકારના બલૂન પ્રોપ્સ, બલૂન કોસ્ચ્યુમ, બલૂન ફ્લાવર, બલૂન એનિમલ, થ્રીલિંગ બલૂન ગેમ્સ, ક્રિએટીવ બલૂન વગેરે જેવી આર્ટથી કાર્નિવલ બલૂનમય બન્યો હતો. શહેરના 700 જેટલા બાળકોએ આ કાર્નિવલ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કાર્નિવલ ફ્રી ફોર ઓલ રહ્યો હતો જેમાં બાળકોએ તેમના પેરેન્ટ્સ સાથે કાર્નિવલની મજા માણી હતી. આ આખું કેમ્પસ રંગબેરંગી બલૂનોથી ભરેલું જોવા મળ્યું હતું. બાળકો સાથે આવેલા પેરેન્ટ્સે ફોટો બૂથ તેમજ ક્રિએટીવ ઈન્સ્ટોલેશન પર ઉભા રહીને આ યાદગાર પળોને તેમના કેમેરામાં પણ કેપ્ચર કરી હતી.

આ અંગે વધુમાં માહિતી આપતા બલૂનવાલાના ફાઉન્ડર મિલન બોચીવાલે કહ્યું હતું કે, “અમદાવાદ એ એક્સપરીમેન્ટનું આખા દેશમાં હબ બની રહ્યું છે. અહીં કલર કાર્નિવલ, ગોવો કાર્નિવલ, ડાન્સ અને વોટર કાર્નિવલ સહીતના આયોજનો થયા છે.  અમે પણ કંઈક બાળકોને ફન આપવાના હેતુસર બલૂન સાથે જોડીને કોઈ નવા જ પ્રકારની ઈવેન્ટ વેકેશન દરમિયાન કરવા માંગતા હતા. અમેરીકા, યુરોપમાં બલૂનના મોટા કાર્નિવલો થાય છે ત્યારે અમદાવાદમાં આ કાર્નિવલ કરવાનો વિચાર આવ્યો હતો અને એ ખૂબ સફળ થયો છે. જે માટે અમે અગાઉ ઘણા દિવસો સુધી તેની તૈયારી કરી હતી. ઈન્ડિયામાં પ્રથમ વખત અમે આ પ્રકારે બલૂન કાર્નિવલનું અલગ રીતે આયોજન કર્યું છે. અંડર પ્રિવિલેજ બાળકો પગભર બને તે માટે તેમને અમે ટ્રેનિંગ આપીએ છીએ.અંડર પ્રિવેલેજ બાળકો જે શિખ્યા છે તેને પ્રેઝેન્ટ કરવાનું આ પ્લેટફોર્મ પણ સાબિત થયું છે. આગામી સમયમાં પણ આ જ પ્રકારે બલૂન કાર્નિવલનું આયોજન અમે બાળકો માટે કરતા રહીશું અને અમદાવાદને બલૂન કાર્નિવલની પણ નવી ઓળખ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું.”

H3 પ્રી-સ્કૂલ શ્યામલ તેના મૂલ્યો અને દર્પણને આનંદ નિકેતન શાળાઓના સમૂહ સાથે વહેંચે છે, જે ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રમાં પ્રખ્યાત નામ છે અને 1996થી તેના અનોખા અભિગમ દ્વારા શિક્ષણની દુનિયામાં વિશાળ દ્રષ્ટિકોણ આપીને બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

H3 પ્રી-સ્કૂલ શ્યામલમાં, અમને વિશ્વાસ છે કે બાળકોમાં વિપુલ કૌતૂહલ અને કલ્પના શક્તિ છે. અમારું માનવું છે કે બાળકો સ્વ-શિક્ષણાર્થી છે – તેઓ હંમેશા શોધખોળ, પ્રશ્નો પૂછતા, વિકસતા, કલ્પના કરતા અને શીખવાની પ્રક્રિયામાં યોગદાન આપતા હોય છે.

એટલે, H3 સ્વ-શિક્ષણાર્થીઓ માટે મજબૂત પાયો બનાવી રહ્યું છે, તેમને શીખવા, અવલોકન કરવા અને પ્રશ્નો પૂછવા માટેનું વાતાવરણ પૂરુ પાડીને, કૌતૂહલ અને મોહકતાનો વિકાસ કરે છે. H3 સર્જનાત્મકતા દ્વારા વ્યાવહારિક શીખવાની વ્યૂહરચના અનુસરે છે, જે નિયમિત તાલીમ અને સમયની બદલાતી ગતિ સાથે શિક્ષણના અભિગમને અપગ્રેડ કરીને કરવામાં આવે છે.


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *