હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ — ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ વિગતો અનુસાર હિમાચલ પ્રદેશના સિરમૌર જીલ્લાના હરિપુરધાર વિસ્તારમાં એક ખાનગી બસ ખાઈમાં પડતાં ૧૪ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવી છે.

એ સિવાય છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તાલાલા પંથકમાં ત્રણ લોકોના અકસ્માતમાં મોત નિપજયા હતા અને જામનગરના લાલપુરમાં પણ ત્રણ લોકોનાં મોત થયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે. 

====+++====


Spread the love

Check Also

ભારત અને કેનેડામાં એઆઈ-સંચાલિત બ્રાન્ડ માર્કેટિંગ અને ઇવેન્ટ ટેકનોલોજીને આગળ વધારવા માટે ભારતક્લાઉડ અને આઈબેન્ટોસ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

Spread the love નવી દિલ્હી | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની સાર્વભૌમ એઆઈ ક્લાઉડ સેવા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *