કર્ણાટક, તામિલનાડુ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

।। રામ ।।

ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — કોણ જાણે કેમ પરંતુ દેશના વિવિધ ભાગોમાં અકસ્માતોનો સિલસિલો બંધ નથી થતો. ગત દિવસોમાં કર્ણાટકમાં એક ગમખ્વાર અકસ્માતમાં ૧૦ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય એક ઘટનામાં તામિલનાડુમાં પણ નવ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. બંને રાજ્યોમાં કુલ મળીને ૧૯ લોકોનાં દુઃખદ મોત થયાં છે. પૂજ્ય મોરારિબાપુએ જે લોકોનાં મોત નીપજ્યાં છે તેમની તરફ સંવેદના વ્યક્ત કરી છે અને વડાપ્રધાન રાહત કોષમાં રુપિયા ૩ લાખની સહાય અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.

વલભીપુર નજીકના એક માર્ગ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે તેમનાં પરિવારજનોને સાંત્વના પાઠવી પૂજ્ય બાપુએ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

====◊◊◊◊◊◊====


Spread the love

Check Also

રિચા ઇન્ફોસિસ્ટમ્સ લિમિટેડે અર્થોનિક ‘કૂલ મેક્સ’ એર કંડિશનર્સ લોન્ચ કરીને કન્ઝ્યુમર ટેક ક્ષેત્રે પોતાની હાજરી વિસ્તારી

Spread the loveઇકો ઇન્વર્ટર ટેક્નોલોજી, 7-ઇન-1 ફ્લેક્સી કૂલિંગ, 100% કોપર ટ્યુબિંગ અને 55°C સુધીના ઊંચા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *