ફાયર સેફટી ઉપકરણો હોવા છતાં પ્રિ-સ્કૂલો રાતોરાત સીલ

Spread the love

ગુજરાત, અમદાવાદ 29 જૂન 2024: હાલની જોગવાઈ પ્રમાણેના તમામ પ્રકારના ફાયર સેફટીના ઉપકરણો હોવા છતાંતંત્ર દ્વારા લગભગ 300 ઊપરાંતની પ્રિ-સ્કૂલો સીલ કરાયેલ છે તેવી માહિતી અમદાવાદ પ્રિ-સ્કૂલ એશોશીએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી.

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનદ્વારા આ તમામ પ્રિ-સ્કૂલોને રાતોરાત કોઈપણ નોટીસ આપ્યા અથવા આગોત્રીજાણ કર્યા વિના બિલ્ડીંગ વપરાશના હેતુ ફેરનું કારણ આપીને સીલ કરેલ છે.

તમામ સંચાલકોની સરકાર તેમજ કોર્પોરેશનનેરજૂઆત કરવામાં આવે છે કે જે પ્રિ-સ્કૂલો પાસે હાલની ગાઈડલાઈન પ્રમાણેના ફાયર સેફટીના પુરતાં ઉપકરણો ઉપલબ્ધ કરેલ છે,તેવી તમામ પ્રિ-સ્કૂલોના સીલ તાત્કાલીક ધોરણે ખોલી આપો. તેમજ બિલ્ડીંગ ઉપયોગ અંગેના હેતુફેર માટે અરજી કરેલ હોવા છતાં જે પ્રિ-સ્કૂલોને સીલ કરવામાં આવેલ છે તેવી તમામ પ્રિ-સ્કૂલોનેફાયર સેફટીની ચકાસણી કરીને ખોલી આપવામાં આવે. આ ઉપરાંત આવી તમામ પ્રિ-સ્કૂલો કે જેમણે ઈમ્પેકટ (GRUDA)ના કાયદા હેઠળ ઉપયોગ ફેરફારની અરજી કરેલ છે તેવી તમામ પ્રિ-સ્કૂલોની અરજીઓને અગ્રિમતા સાથે મંજૂરી આપવામાં આવે.

આ સાથે સંચાલકોની માંગણી છે કે જે પ્રિ-સ્કૂલો હાલમાં ચાલુ છે તેમજ ફાયર સેફટીઉપકરણો લગાવેલ છે તેવી કોઈપણ પ્રિ-સ્કૂલોની સીલીંગની કાર્યવાહી ઉપર તાત્કાલીક ધોરણે રોક લગાવામાંઆવે. આ બાબતે સરકારે ગંભીર પણે વિચાર કરવો જ રહેશે કારણ કે આ બાબત લગભગ 2,00,000 થી વધુ નાના બાળકો, વાલીઓ, શિક્ષકો, સંચાલકો તેમજ નાના કર્મચારીઓને સિદ્ધી રીતે અસર કરે છે.જો તાત્કાલીક ધોરણે આ બાબતે રાહત નહી આપવામાં આવે તો મોટાભાગની પ્રિ-સ્કૂલો, કે જે મહિલાઓ દ્વારા જ સંચાલીત કરવામાં આવે છે તેવી તમામ પ્રિ-સ્કૂલોનું અસ્તિત્વજોખમમાં મુકાશે જેનાથી બાળકોના ભણતર અને ભવિષ્ય અંગે ગંભીર પરિસ્થિતિઓ ઉભી થશે.

બાળકોને પાયાનું ઘડતર તેમજ ભણતર આપતી આવી નાની પ્રિ-સ્કૂલોના અસ્તિત્વનો વિચાર કરી ગુજરાતની અન્ય મહાનગર પાલિકાઓની જેમ શુ અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ બાળકોના ભવિષ્યનો વિચાર કરી આ મુદ્દે સહાનૂભુતિ સાથે યોગ્ય નિર્ણય લેશે ?


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: યુવા સ્કેટર્સે સ્પર્ધાના ચોથા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું

Spread the loveઅમદાવાદ 23 નવેમ્બર 2024: શનિવારે SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદના ચોથા દિવસે સ્કેટિંગમાં ગ્લોબલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *