ઓશો ભૂમિ પરની કથાને વિરામ; આગામી-૯૬૯મી કથા ૨૦ ડીસેમ્બર બાલાજી તિરુપતિથી

Spread the love

કોઈ-કોઈ સૌંદર્ય એવું હોય છે જેમ નજીક જઈએ એમ વધુ સુંદરતાનો અનુભવ થાય છે.

રામ સુંદર છે સુદૂર નથી.

રામ એક એવો સૌંદર્યબોધ છે જે દૂર નથી,થોડીક ગરદન ઝુકાવો અને દિલમાં જ દેખાય છે.

રામ સુજાન છે,મતલબ કે આપણા જાનની વાતો જાણનાર છે.

સાધક જપ નથી કરતો પરમાત્મા એનો જપ કરે છે,એ સુજાન જપ છે.

બધું હોવા છતાં કથામાં રુચિ ન હોય એ અનાથ છે.

વિશ્વ પ્રસિધ્ધ દાર્શનિક ઓશોની જન્મ,કર્મ ને તપોભૂમિ જબલપુર ખાતે શરૂ થયેલી રામકથાનાંનવમા ને વિરામના દિવસે તેની પ્રબુધ્ધ ચેતનાને પ્રણામ કરીને ઉપસંહારક પૂર્ણાહૂતિ તરફ જતા બીજ પંક્તિરૂપ છંદનું ગાન કરવામાં આવ્યું:

સુંદર સુજાન કૃપા નિધાન અનાથ પર કર પ્રીતિ જો;

સો એક રામ અકામ હિત નિર્બાનપ્રદ સમ આન કો

જાકી કૃપા લવલેસ તે મતિમંદતુલસીદાસહૂ;

પાયો પરમ બિશ્રામુ રામ સમાન પ્રભુ નાહી કહૂં

-ઉત્તરકાંડ દોહો-૧૩૦

ગુજરાતીમાં એક કહેવત છે:ડુંગર દૂરથી રળિયામણા પણ આ પૂર્ણતઃ સત્ય નથી ૮૦ ટકા સાચું છે.ક્યારેક ક્યારેક જેમ વધુ નજીક જઈએ-માનસિક અને આત્મિક-એમ વધારે સુંદર દેખાય છે.બીજાપહાડોને છોડીએ તમે હિમાલયની યાત્રા કરી હશે ત્યારે જોયું હશે કે હિમાલયની નજીક જઈએ એમ એ વધારે સુંદર લાગે છે.મેં અનુભવ અને મહેસુસી કરી છે કે વિમાનમાંથી કૈલાશ નજીક દેખાય છે ત્યારે કોઈ રોયા વગર રહી શકતું નથી.કોઈ-કોઈ સૌંદર્ય એવું હોય છે જેમ નજીક જઈએ એમ વધુ સુંદરતાનો અનુભવ થાય છે.એટલે જ ગોસ્વામી તુલસીદાસજીકૈલાશ માટે સુંદર નહીં પણ પરમરમ્યગિરિવરકૈલાસુ-એવું કહે છે.રામ સુંદર છે સુદૂર નથી.રામ એક એવો સૌંદર્ય બૌદ્ધ છે જે દૂર નથી થોડીક ગરદન ઝુકાવો અને દિલમાં જ દેખાય છે.ગોસ્વામી કહે છે:

જિનકે શ્રવણ સમુદ્ર સમાના;

કથા તુમ્હારી સુભગ સૂચિ નાના.

આંખો બંધ કરીએ અને સૌંદર્ય મહેસુસ થાય છે. રામ સુજાન છે,મતલબ કે આપણા જાનની વાતો જાણનાર છે.કોઈએ મનથી પોકાર્યું,કોઈ મુખર થઈને કોઈ રોઈને,કોઈ નૃત્ય કરીને પોકારે છે-તો પણ સાંભળી લે છે કારણ કે કીડીના પગમાં વાગેલાં ઝાંઝરનો અવાજ પણ એ સાંભળી શકે છે.

નામ જપવાની શાસ્ત્રીય ત્રણ વિધાછે:એકવાચિક જપ છે.એકઉપાંશું જપ છે-જેમાં આપને સંભળાય એટલા મંદ સ્વરથી જપ થાય છે.એક માનસી જપ છે જેમાં પોતાને પણ ન સંભળાય,માત્ર મન રટણ કરે પણ એ સિવાય બીજા બે પ્રકાર હું ઉમેરુ તો, એક એવો જપ છે જેમાં જપને જ ખબર નથી અંદરથી જપ ચાલુ હોય છે.ખુદ જપ જ જપને જપતો રહે છે અને પાંચમો પ્રકાર જેમાં સાધક જપ નથી કરતો પરમાત્મા એના ઉપર જપ કરે છે,એ સુજાન જપ છે જેમાં જેને આપણે પુકારીએ છીએ એ જ આપણને પોકારે છે!

ભરત સરિસ કો રામ સનેહી;

જગુજપુરામુ, રામ જપુજેહિ.

એ કૃપા નધાન છે,કૃપણ નથી.કોઈ પણ સદગુરુ એને કૃપા નિધાન ત્યારે જ સમજીએ જ્યારે એમાં પાંચ પ્રકારની કૃપા હોય.જેને હું કૃપાપંચકકહું:એક શબ્દથી કૃપા કરે-જાસુ વચન રવિ કર નિકર,બોલે સો નિહાલ! બીજી-સ્પર્શ કૃપા:ડિવાઇનટચ.જેના હાથ પૂર્ણત: પવિત્ર છે.હાથ જ પરમાત્મા છે.ત્રીજી-રૂપ કૃપા-આંતર બાહ્ય રૂપ.નિતાંતનિર્દોષતા.ચોથી-રસ કૃપા:પથ્થરને પણ પીગળાવીદે.સંવેદનામુક્તની અંદર રસ પેદા કરે,રસ જગાવે.અને પાંચમી-ગંધ કૃપા સદગુરુની મહેક,પીરનીખુશ્બુ કહીએ.

બધું હોવા છતાં કથામાં રુચિ ન હોય એ અનાથ છે. રામેશ્વરની સ્થાપના પછી રામ-રાવણ યુદ્ધ થયું. રાવણને નિર્વાણ પદ આપી અને રામ રાજ્યભિષેક થયું અને રામ રાજ્યનું વર્ણન કર્યા પછી કાગભુશુંડીની કથા તેમ જ ગરુડે પૂછેલા સાત પ્રશ્નોના જવાબ તેમજ અયોધ્યાનાવારસદારનું નામ આપીને તુલસી પોતાની કથાને વિરામ આપે છે.એ જ રીતે ત્રણેય ઘાટો પરથી કથા વિરામ લે છે ત્યારે કથાને વિરામ આપી કથા આયોજન પર અને બધી જ વસ્તુઓ પર,દરેકનાં પ્રેમ ઉપર બાપુએ પોતાની પ્રસન્નતા અને સાધુવાદ વ્યક્ત કર્યો અને કથાનું સુ ફળ અત્યાર સુધી અનાદિકાળથી બધા જ ભૂખંડો પર જે-જે બુદ્ધપુરુષોએ પરમ વિશ્રામ મેળવ્યો છે એના ચરણોમાં ફળ અર્પણ કરીને કથાને વિરામ આપવામાં આવ્યો.

હવે પછીની,૯૬૯મી રામકથા આગામી ૨૦થી ૨૮ ડીસેમ્બર દરમિયાન તિરુમલામ્યુઝીયમ સામે,તિરુમલા,તિરુપતિ(આંધ્ર પ્રદેશ)થી થવા જઇ રહી છે.જેનું જીવંત પ્રસારણ નિયત સમય મુજબ જ આસ્થા ટીવી ચેનલ તેમજ ચિત્રકૂટધામતલગાજરડાયુ-ટ્યુબ ચેનલ પરથી નિહાળી શકાશે.

=============


Spread the love

Check Also

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

Spread the love ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *