ગુજરાત, અમદાવાદ 07 નવેમ્બર 2024: એમેઝોન ઈન્ડિયાએ આજે જાહેરાત કરી કે આખા મહિના દરમિયાન ચાલતું તેનું એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ (એજીઆઇએફ) 2024, તેના ગ્રાહકો, વિક્રેતાઓ અને બ્રાંડ પાર્ટનર્સ માટે સમગ્ર દેશમાં ખરીદી માટે સૌથી શ્રેષ્ઠ ઉજવણી છે. એજીઆઇએફ 2024 ની શરૂઆત 27મી સપ્ટેમ્બરથી 24 કલાકની પ્રાઇમ અર્લી એક્સેસ સાથે થઈ હતી, જેનાથી ગ્રાહકોને લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ફેશન અને બ્યુટી, હોમ ડેકોર, એપ્લાયન્સિસ, ફર્નિચર અને કરિયાણા જેવી શ્રેણીઓમાં અગ્રણી બ્રાન્ડ્સમાંથી 25,000 થી વધુ નવા લોન્ચ સુધી પહોંચ મળી. એજીઆઇએફ 2024 એ વિક્રેતાઓની સફળતા માટે નવી ઉપલબ્ધીઓ પણ સ્થાપી અને ગયા વર્ષની સરખામણીમાં વિક્રેતાઓમાં 70% વધુનું વેચાણ, એટલે કે એક કરોડનું વેચાણ કર્યું. ઓનલાઈન માર્કેટપ્લેસે તેની ઝડપી ડિલિવરી ક્ષમતાઓને મજબૂત બનાવી છે, જે તે જ અથવા બીજા દિવસે ભારતભરના પ્રાઇમ મેમ્બર્સને 3 કરોડથી વધુ પ્રોડક્ટ્સ ડિલિવરી કરે છે- જે પાછલા વર્ષની સરખામણીમાં 26% નો અદભુત વધારો છે.
“એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 એ ખરેખર ભારતની સૌથી મોટી શોપિંગ ઇવેન્ટ બની ગઈ છે, જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશભરમાંથી આ જબરજસ્ત પ્રતિસાદ, દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓથી લઈને મોટા ઉપકરણોની ખરીદીઓ સુધીની દરેક વસ્તુ માટે, ગ્રાહકોના એમેઝોન ઈન્ડિયા સાથેનું ગાઢ વિશ્વાસ દર્શાવે છે. એજીઆઇએફ વ્યાપક પસંદગી, અદભુત ગુણવત્તા, ઝડપી ડિલિવરી અને અવિરત નવીનતા દ્વારા ખરીદીનું શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધત્તા દર્શાવે છે. અમારા ગ્રાહકો, વિક્રેતાઓ અને ભાગીદારોના સમગ્ર સમુદાયને શ્રેષ્ઠ મળી રહે તે માટે અમે વધુ તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” એમેઝોન ઇન્ડિયાના કેટેગરીઝના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.